Advertisement
Author: નોબત સમાચાર

મકરસંક્રાંતિ નિમિત્તે ગાય માતા માટે 'ગૌચારા અન્નકોટ' યોજાયોઃ ૪ર સામગ્રીઓ ધરી આરતી

જલારામ ટ્રસ્ટ-હાપા દ્વારા

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં જલારામ બાપાનો વિશ્વ વિક્રમ રોટલો બનાવનાર સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, અને મંગળા વિઠ્ઠલેશ ગોશાળા-જલારામ મંદિર હાપાના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે ૧૪ જાન્યુઆરી ને મકરસંક્રાંતિના દિવસે ગૌચારા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાય માતાને ૪ર જેટલી સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો, તેમજ ગાય માતાની આરતી કરવામાં આી હતી.

આ ઉપરાંત આગમી બુધવાર ને ૧૭ જાન્યુઆરીના દિવસે માતુશ્રી વીરબાઈમા જલિયાણ અન્નકોટ દ્વારા ૧૧૧ પ્રકારના 'રોટલા અન્નકોટ'નું આયોજન કરવામાં આવ્યું છે.

સનાતન ધર્મમાં દાન અને અન્ના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેમજ ૩૬ કોટી દેવી-દેવતાના વાસ ધરાવનારા ગૌમાતના લાભાર્થે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સતત ચોથા વર્ષે ગૌચારા અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪ર જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો અને ગૌ ભક્તો માટે દર્શનાર્થે મૂકાયો હતો. ત્યારપછી તમામ વસ્તુઓ ગાયને ખવડાવ્યા પછી ગૌ માતાની આરતી પણ કરવામાં આવી હતી, જેમાં શહેરના અનેક ગૌભક્તો જોડાયા હતાં. સાથોસાથ શ્રીનાથજીની આઠ શમાની ઝાંખીના દર્શન પણ યોજાયા હતાં. સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધી અને સાંજે પ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા હરિભક્તો જોડાયા હતાં.

સમગ્ર મહોત્સવની ઉજવણી જલારામ સેવા ટ્રસ્ટ વતી રમેશભાઈ દત્તાણી, નવનિતભાઈ સોમૈયા, કિરીટભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, સુરેશભાઈ રૂપારેલ, રાજુભાઈ ચંદારાણા, અતુલભાઈ કાતર, રાજુભાઈ પતાણી, જયેશભાઈ ધામેચા, દિલીપભાઈ મજીઠિયા, પ્રમોદભાઈ રાજાણી, પ્રફુલભાઈ વારા, અતુલભાઈ પૂજારા, શૈલેષભાઈ મલકાન, કમલેશભાઈ વસાણી અને શૈલેષભાઈ કારિયા દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગૌચારા અન્નકોટ સમિતિમાં રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના, મુકેશભાઈ લાખાણી, હિનેશભાઈ દોઢિયા, ચંદ્રવદનભાઈ ત્રિવેદી, લલિતભાઈ જોષી, હસમુખભાઈ પટેલ, જયેશભાઈ ચંદારાણા, ભાવિનભાઈ સચદેવ, જયેશભાઈ પાબારી અને અશોકભાઈ ભદ્રા જોડાયા હતાં.

આ ઉપરાંત વિક્રમ સંવત ૧૮ર૦ અને તારીખ ૧૭ જાન્યુઆરીના માતુશ્રી વીરબાઈ મા તેમજ પૂ. જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા સતત ૧ર મી વખત ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું છે. રોટલા અન્નકોટ સમિતિમાં એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી, જગદીશભાઈ સોમૈયા, નરોત્તમભાઈ થોભાણી, ધીરેનભાઈ દત્તાણી, ઉદિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ તન્ના, ઉદીતભાઈ પંચમતિયા, વિરલભાઈ બગલ, ભાવેશભાઈ દત્તાણી, ગિરીશભાઈ વિઠ્ઠલાણી અને જયભાઈ દત્તાણી જહેમત લઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh