Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદથી આવેલા મહિલાએ ખંભાળિયામાં અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધોઃ
જામનગર તા. ૧૬ઃ ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના એક યુવાન પોતાના પ્રિયપાત્ર સાથે ઘરેથી નાસી ગયા પછી બંને પરિવાર વચ્ચે જ્ઞાતિના આગેવાનોએ સંપ સલાહ કરાવી આ યુવાન અને પ્રેમીકાને માતા-પિતાના ઘેર મોકલ્યા હતા. તે નિર્ણયથી નારાજ યુવાને જામજોધપુરના શેઠવડાળા પાસે એક ખેતરમાં જઈ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે ખંભાળિયા આવેલા અમદાવાદના એક પરિણીતાએ પણ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે બંને બનાવની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે.
જામજોધ૫ુર તાલુકાના શેઠવડાળા ગામમાં આવેલા મહેશભાઈ ગોવિંદભાઈ સીદપરા નામના ખેડૂતના ખેતરમાં રવિવારની રાત્રે હરસુખભાઈ વાલજીભાઈ સાડમીયા નામના બાવીસ વર્ષના દેવીપૂજક યુવકે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવકનંંુ શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના વેરશીભાઈ વાલજીભાઈ સાડમીયાએ પોલીસને જાણ કરી છે. દોડી ગયેલી શેઠવડાળા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે અને વેરશીભાઈનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ હરસુખભાઈને તેમની જ જ્ઞાતિના અને કૌટુંબિક અરજણભાઈ બચુભાઈ સાડમીયાની પુત્રી કાજલ (ઉ.વ.ર૧) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે પછી આ યુગલ પોતપોતાના ઘરેથી નીકળી ગયું હતું. તેની પરિવારોને જાણ થતાં જ્ઞાતિના આગેવાનોએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું અને થોડા સમય માટે હરસુખ અને કાજલને પોતપોતાના માતા, પિતાના ઘેર રહેવા માટે સમજાવાયા હતા અને તેમાં બંને વ્યક્તિ સહમત પણ થયા હતા. તે પછી આ નિર્ણયથી હરસુખને માઠું લાગી આવ્યું હતું. તેણે પોતાના ગામથી નીકળી જઈ શેઠવડાળામાં મહેશભાઈ સીદપરાના ખેતરે આવી રવિવારની રાત્રે ઝાડની ડાળીમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો તેની ગઈકાલે સવારે અન્ય લોકોને જાણ થઈ હતી. પોલીસે આ નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના મંગલા વાડી વિસ્તારમાં રહેતા શક્તિસિંહ કનકસિંહ પરમારને ત્યાં આવેલા અમદાવાદના બાપુનગરમાં રહેતા શિતલબા જયદત્તસિંહ વાઘેલા નામના બત્રીસ વર્ષના મહિલાએ રવિવારની રાત્રે કોઈ અકળ કારણોથી પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાધો હતો. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા પોલીસે શક્તિસિંહનંુ નિવેદન નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial