Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવક તથા ફાયરબ્રિગેડની ટીમે બચાવી લીધીઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના રણમલ તળાવમાં ગઈકાલે બપોરે એક તરૂણ વિદ્યાર્થિનીએ મોતનો કૂદકો માર્યાે હતો. તે દૃશ્ય નિહાળી ત્યાં હાજર એક યુવક તેણીને બચાવવા કૂદી પડ્યો હતો. ત્યારે જ ધસી આવેલી ફાયરબ્રિગેડની ટીમે બંનેને બહાર કાઢી લીધા હતા. આ તરૂણીએ માતા-પિતાના ઠપકાથી તળાવમાં કૂદકો માર્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે.
જામનગરના રણમલ તળાવમાં ગઈકાલે બપોરે અઢી વાગ્યે એક તરૂણીએ અચાનક ભૂસ્કો મારી દીધો હતો. આ વેળાએ ત્યાં હાજર એક યુવાન ઉપરોક્ત દૃશ્ય નિહાળી તે તરૂણીને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો.
બનાવ વેળાએ ત્યાં હાજર અન્ય લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ પણ ધસી આવી હતી. તે દરમિયાન કૂદી પડેલા યુવકે તે તરૂણીને ડૂબતી બચાવીને કાંઠા પર લાવવાનો પ્રયાસ કર્યાે હતો અને ફાયરની ટીમની મદદથી બંને વ્યક્તિને બહાર કાઢી લેવાયા હતા. તે પછી તરૂણીને પ્રાથમિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ હતી. શહેરના પવનચક્કી વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની પુત્રી એવી આ તરૂણીને કોઈ બાબતે માતા, પિતાએ ઠપકો આપતા તેણીએ પોતાના પર વિશ્વાસ કરવામાં આવતો નથી તેમ માની તળાવમાં કૂદકો માર્યાે હતો પરંતુ ત્યાં હાજર યુવાને પળવારનો વિલંબ કર્યા વગર પાછળ જ ભૂસ્કો મારી તેણીને બચાવી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial