Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમૂહલગ્નમાં લિક્વિડ સ્પ્રે ઉડાડવાનો મામલોઃ
જામનગર તા. ૧૬ઃ જામનગર હોમગાર્ડઝમાં નોકરી કરતા જવાન પર ગઈરાત્રે ચાર શખ્સે મુંઠ વડે હુમલો કરી માર માર્યાે હતો. જ્ઞાતિના સમૂહ લગ્ન વેળાએ આ શખ્સો બળતરા થાય તેવા સ્પ્રે છાંટતા હતા અને ત્યારે થયેલી બબાલમાં હોમગાર્ડઝ જવાને પોલીસ બોલાવવાનું કહ્યું હોય તેનો ખાર રાખી હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના રણજીત નગરમાં આવેલા જૂના હુડકામાં રહેતા અને હોમગાર્ડઝમાં નોકરી કરતા કાનજીભાઈ ગાગજીભાઈ પરમાર (ઉ.વ.૪૧) નામના યુવાન ગઈ રાત્રે દસેક વાગ્યે સમર્પણ હોસ્પિટલથી આગળ જઈ રહ્યા હતા ત્યારે રાહુલ સોમા ચાવડા અને તેની સાથે રહેલા ત્રણ શખ્સે રોકી લીધા હતા.
તેઓના સમાજના યોજાયેલા સમૂહ લગ્નમાં રાહુલ ચાવડા તથા તેના મિત્ર લિક્વિડવાળો સ્પ્રે કરતા હતા જેને સ્પ્રે ઉડતો હતો તેમને બળતરા થતી હોય કાનજીભાઈએ તે સ્પ્રે ન ઉડાડવા કહ્યું હતું અને આ વેળાએ મચેલા હલ્લા વચ્ચે રાફુદળ ગામથી આવેલી જાનના લોકોએ રાહુલ વગેેરેને પકડી લીધા હતા.
આ વેળાએ કાનજીભાઈએ પોલીસને બોલાવવાનું કહ્યું હતું. તે પછી મામલો પૂરો થયો હતો પરંતુ આ બાબતનો રાહુલ ચાવડા અને તેના મિત્રોએ ખાર રાખ્યો હતો. ગઈકાલે રાત્રે આ બાબતે બોલાચાલી કર્યા પછી મુંઠ વડે કાનજીભાઈ પર ચારેય શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. ઘવાયેલા કાનજીભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial