Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પન્નુએ કહ્યું, 'પંજાબના ગેંગસ્ટરો મારો સંપર્ક કરો'
ચંદીગઢ તા. ૧૬ઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને ધમકી આપી છે. એટલું જ નહીં, પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
અહેવાલો અનુસાર એક વીડિયો જાહેર કરીને પન્નુએ કહ્યું, 'પંજાબના ગેંગસ્ટરો મારો સંપર્ક કરો.' ખાલિસ્તાની આતંકવાદીએ ર૬ મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી છે. પંજાબમાં ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરો સામેની કાર્યવાહીથી પન્નુ સહિત અન્ય ગેંગસ્ટર અને ખાલિસ્તાની સમર્થકો હચમચી ગયા છે. મુખ્યમંત્રી ભગવંત માનને આપવામાં આવેલી ધમકી તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનિય છે કે, પંજાબ પોલીસે ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને કેટલાક સમયથી ઝડપી કાર્યવાહી જોવા મળી રહી છે.
ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પનુની આ ધમકી રર મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ભારત સરકારને ધમકી આપ્યાના એક અઠવાડિયા પછી આપી છે. પન્નુએ મુસ્લિમ સમુદાયને પણ આ કાર્યક્રમનો વિરોધ કરવા કહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial