Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી રૂપિયા સાડા નવ લાખની રકમ વ્યાજ સાથે મળશેઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના એક કારખાનેદાર પાસેથી લખનૌની એક પેઢીના સંચાલકે માલસામાન મગાવ્યા પછી રૃા.૯,૪૭,૩૨૬ની રકમ ચૂકવી ન હતી. તેની વસૂલાત માટે દાવો કરાતા અદાલતે બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવા લખનૌની પેઢીના સંચાલકને હુકમ કર્યાે છે.
જામનગરમાં પૂજા પ્રોડક્ટસ નામનું કારખાનું ચલાવતા દિલીપભાઈ પ્રાંગડા પાસેથી ઉત્તરપ્રદેશના લખનૌની ત્રિમૂર્તિ એન્ટરપ્રાઈઝવાળા મુકેશ અગ્રવાલે સામાન મગાવ્યો હતો. રૃા.૯ લાખ ૪૭૩૨૬નો સામાન દિલીપભાઈએ મોકલાવ્યા પછી તેની રકમ ચૂકવાઈ ન હતી.
પોતાની રકમ વસૂલવા માટે દિલીપભાઈએ જામનગરની અદાલતમાં મુકેશ અગ્રવાલ સામે સમરી દાવો નોંધાવ્યો હતો. તે દાવાનું સમન્સ બજી ગયા પછી પણ પ્રતિવાદી હાજર ન થતાં અદાલતે વાદીનો દાવો મંજૂર રાખી બાકી રકમ વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. દાવાનું ખર્ચ પણ અલગથી આપવા આદેશ થયો છે. વાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial