Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સફાઈની કથળતી સ્થિતિઃ તપાસની માંગ કરતા કોર્પોરેટર

સફાઈ થતી હોવાના નાટકોઃ નક્કર કામગીરીનો અભાવઃ

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. તે બાબતે વિજિલન્સની તપાસ કરાવવાની માંગણી સાથે ગુજરાત તકેદારી આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર વકીલ જેનબબેન ખફીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણનો રિપોર્ટ જાહેર કરવાભમાં આવ્યો હતો જેમાં જામનગર આગલા વર્ષની સરખામણીએ ૨૩ નંબર પાછળ ધકેલાયું છે. હજુ થોડા સમય પહેલા જ જામનગર મહાનગરપાલીકાએ બજેટમાં સફાઈ ટેક્સમાં બમણો વધારો કર્યો હતો. તેનાથી એવું ફલિત થયું હતું કે, હવે સફાઈ વ્યવસ્થામાં સુધારો જોવા મળશે. ઉલ્ટાનું ચિત્ર વધુ ખરાબ જોવા મળી રહ્યું છે.

અડધી રાત્રે સફાઈના નાટકો થાય છે. ફોટા પડાવવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી થતી નથી.

આથી શહેરના કચરા કૌભાંડની તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટની તપાસ જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh