Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યાના શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજનવિધિનો પ્રારંભ

જય શ્રીરામના ગગનભેદી જયઘોષ સાથે ગૂંજી ઊઠી અયોધ્યાનગરી

અયોધ્યા તા. ૧૬ઃ અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો શુભ દિવસ આવી રહ્યો છે. રર મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય સમારોહ યોજાનાર છે, ત્યારે આજથી આ મહાઉત્સવ નિમિત્તે અન્ય સંલગ્ન કાર્યક્રમોનો આરંભ થયો છે.

આજે તા. ૧૬/૧ ના દિને પૂજનવિધિથી આ સમારોહનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા નિયુક્ત યજમાન પ્રથમ પ્રાયશ્ચિત સમારોહનું સંચાલન કરશે. જેમાં યજમાન સરયૂ નદીના કિનારે દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજા અને ગાયનો પ્રસાદ કરવામાં આવશે. દશાવિધ સ્નાનમાં પાંચેય તત્ત્વો-પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ અને આકાશ- દેવતાની મૂૃતિનું પૂજન કરવામાં આવશે.

રામ લલ્લાના અભિષેક સમારોહ માટે લગભગ ૭ હજાર વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના અભિષેકની વિધિ મંગળવારથી શરૂ થશે અને ર૧ જાન્યુઆરી સુધી ચાલશે. રામલ્લાની પ્રતિમા ૧૮ જાન્યુઆરીએ ગર્ભગૃહમાં નિર્ધારિત આસન પર સ્થાપિત કરવામાં આવશે. છેલ્લા ૭૦ વર્ષથી પૂજાતી હાલની મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે. જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી.

શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક-શાસ્ત્રોક્ત વિધિના કાર્યક્રમો યોજાશે જેમાં ૧૭-૧-ર૪ ના રામલલ્લાની શોભાયાત્રા અયોધ્યા પહોંચશે. મંગલ કળશમાં સરયુ નદીનું જલ લઈને ભક્તો રામ મંદિર પહોંચશે.

તા. ૧૮-૧-ર૦ર૪ ના ગણેશ, અંબિકા પૂજન, વઋણ પૂજા, માતૃકા પૂજા, બ્રાહ્મણ વરણ અને વાસ્તુ પૂજા કરવામાં આવશે. ત્યારપછી રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. તા. ૧૯-૧-ર૦ર૪ ના પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવશે. ત્યારપછી નવગ્રહની સ્થાપના અને હવન કરવામાં આવશે. તા. ર૦-૧-ર૦ર૪ ના રામ મંદિરના ગૃભ ગૃહને સરયુના જલથી પવિત્ર કરવામાં આવશે. વાસ્તુ શાંતિ અને અન્નધિવાસની વિધિ કરવામાં આવશે.

તા. ર૧-૧-ર૦ર૪ ના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલી રામલલ્લાની મૂર્તિને ૧રપ કલશથી સ્નાન કરાવવામાં આવશે અને ત્યારપછી તેની વિધિવત સ્થાપના કરાશે.

તા. રર જાન્યુઆરીના બપોરે ૧ર-૩૦ થી ૧ વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.

આ દિવસે ઉજવણીમાં ૧પ૦ દેશોના ભક્તો ભાગ લેશે, જો કે તા. ર૧ અને રર જાન્યુઆરી મંદિર ભક્તો માટે બંધ રહેશે. તા. ર૩ જાન્યુઆરીએ રામલલ્લાના દર્શન માટે મંદિર ખોલવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh