Advertisement
Author: નોબત સમાચાર

સલાયાની પરિણીતાને વાંઝીયામેણું મારી સાસરિયાએ ત્રાસ આપ્યાની રાવ

પતિની બીજી પત્ની સહિત પાંચ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૧૬ઃ સલાયામાં રહેતા એક પરિણીતાને પતિ, સાસુ, સસરા, નણંદ અને સૌતને મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂક્યા પછી ઘરને તાળુ મારી દેતાં આ મહિલાએ પોલીસનું શરણું લીધુ છે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં સંધી પાડામાં રહેતા શહેનાઝબેન આબીદ મોદી નામના મહિલાએ ગઈકાલે પતિ આબીદ સહિતના પાંચ સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ શહેનાઝબેનને પતિ આબીદ રઝાક મોદી અને તેની બીજી પત્ની સનાબેન ત્રાસ આપતા હતા. તે દરમિયાન પતિ તથા સૌતને માર મારવા ઉપરાંત સસરા રઝાક ઝફરભાઈ અને સાસુ ઝુલેખાબેન અને નણંદ રીયાનાએ ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મુકી શહેનાઝબેનને છૂટાછેડા આપી દેવાનું કહ્યંુ હતંુ અને ઘરને તાળુ મારી દીધુ હતું.

આ વ્યક્તિઓમાંથી પતિ આબીદ કહેતો હતો કે, તારાથી કોઈ બાળક મને પ્રાપ્ત થયું નથી, જ્યારે મારે બાળક છે જ. આમ, હેરાન પરેશાન કરી નખાયેલા શહેનાઝબેને આખરે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh