Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ પણ મોબાઈલ ચોરીમાં ઝડપાયો'તોઃ
જામનગર તા. ૧૬ઃ કાલાવડમાંથી મોબાઈલ ચોરાઈ ગયાની ઈ-એફઆઈઆર નોંધાઈ હતી. તેની શરૂ કરાયેલી તપાસમાં ગોંડલનો રિક્ષા ડ્રાઈવર ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાઈ ગયો છે. તેની સામે રાજકોટમાં મોબાઈલ ચોરીના બે ગુન્હા સહિત પાંચ ગુન્હા નોંધાયેલા છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
કાલાવડ શહેરમાંથી એક મહિલાનો રૃા.૧૩ હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. જેની તેમના પતિએ ઈ-એફઆરઆઈ નોંધાવી હતી. તેની આઈપીસી ૩૭૯ હેઠળના આ ગુન્હાની તપાસ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ. પટેલ તથા પીએસઆઈ જે.એસ. ગોવાણી દ્વારા હાથ ધરાઈ હતી.
આ મોબાઈલની કોલ ડીટેઈલ તથા આઈએમઈઆઈ નંબર પરથી સ્ટાફના જી.આર. જાડેજા, દિવ્યરાજસિંહે એનાલિસીસ કર્યા પછી રાજકોટના ગોંડલમાં ભગવત પરામાં રહેતા રીક્ષા ડ્રાઈવર પરેશ રાજુભાઈ ગોસ્વામીની અટકાયત કરાઈ હતી.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ચોરીની ફરિયાદ કરી ચોરાઉ મોબાઈલ કાઢી આપ્યો છે. આ શખ્સ સામે જુનાગઢ રેલવે પોલીસ સ્ટેશન તેમજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક અને ગોંડલના પોલીસ મથકમાં કુલ પાંચ ગુન્હા નોંધાયેલા છે. રાજકોટમાંથી આ શખ્સે મોબાઈલ ચોરી કરી હતી. જ્યારે ગોંડલમાં દારૂબંધી ભંગ તથા જુગારમાં આ શખ્સ ઝડપાયો હતો. આરોપીની કાલાવડ શહેર પોલીસે ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial