Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની વિરૂદ્ધ ફરી સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ બળવો કરનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ નકારી કાઢવાના નિર્ણયને પડકાર્યો

મુંબઈ તા. ૧૬ઃ ઉદ્ધવ ઠાકરેએ અસલી શિવસેનાને લઈને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નરવેકરે બુધવારે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે. પોતાનો નિર્ણય આપતી વખતે, સ્પીકરે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૪ ધારાસભ્યો સહિત તેમના જૂથના ૧૬ ધારાસભ્યોની સદસ્યતા જાળવી રાખી હતી.

સ્પીકરના નિર્ણય બાદ ઉદ્વવ ઠકરેએ પક્ષમાં બળવો કરનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ નકારી કાઢવાના સ્પીકરના નિર્ણયને પણ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. ગયા વર્ષે જૂનમાં, બિનચૂંટાયેલા શિવસેનાના ૧૬ ધારાસભ્યોએ બળવો કર્યો અને એકનાથ શિંદે જૂથમાં જોડાયા. બાદમાં એકનાથ શિદેએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. શિંદે મુખ્યપ્રધાન બન્યા, જ્યારે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યપ્રધાન બન્યા હતાં.

બાદમાં શિવસેનાની તર્જ પર એનસીપીમાં પણ વિભાજન જોવા મળ્યું હતું. અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપ-શિંદે સરકારમાં જોડાયા હતાં. અજિત પવારને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલાને લઈને શિવસેના (યુબીટી) અને એનસીપીએ પણ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. બંને પક્ષો તેમના બળવાખોર ધારાસભ્યોને બરતરફની માગ કરી રહ્યા છે.

જો કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે તમામ ગેરલાયકાતની અરજીઓ ફગાવી દીધી હતી. ઉદ્વધ ઠાકરેએ સ્પીકર નાર્વેકરની દલીલને સુપ્રિમ કોર્ટનું અપમાન અને લોકશાહીની હત્યા ગણાવી છે. ઠાકરેએ સ્પીકર રાહુલ નાર્વેકર પર શિંદે કેમ્પની સૂચનાઓ પર કામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે... ગઈકાલે આશંકા વ્યકત કરી હતી કે આ લોકશાહીની હત્યાનું કાવતરું છે.

આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે એનડીટીવીને જણાવ્યું હતું કે, ઉદ્વવ ઠાકરે જૂથના ધારાસભ્યોને જે વ્હીપ આપવામાં આવ્યો હતો તે કદાચ યોગ્ય રીતે આપવામાં આવ્યો ન હતો. આનો અર્થ એ થયો કે તેમને ગેરલાયક ઠેરવવા યોગ્ય નથી.

આ પહેલા સુપ્રિમ કોર્ટે આ મામલામાં છેલ્લી સુનાવણી ૧૪ ડિસેમ્બર ર૦ર૩ ના રોજ કરી હતી. ત્યારબાદ સ્પીકરે નિર્ણય લેવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બરથી વધારીને ૧૦ મી જાન્યુઆરી કરી હતી. એટલે કે સુપ્રિમ કોર્ટમાં છેલ્લી સુનાવણીના ર૮ માં દિવસે સ્પીકરે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં ગયા વર્ષે જૂનમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ હતી. આ રાજકીય ઉથલપાથલ ૧૧ મહિના સુધી ચાલુ રહી. સુપ્રિમ કોર્ટે ૧૧ મે ર૦ર૩ ના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, ઉદ્વવ ઠાકરેએ ફલોર ટેસ્ટનો સામનો કર્યો નથી. તેમણે પોતાની મરજીથી રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં કોર્ટ જુની સરકારને પુનઃ સ્થાપિત કરી શકે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh