Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૪ ખેડૂતોને ૧૪૪ લાખનું વળતર ચૂકવવામાં આવશેઃ
જામનગર તા.૧૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા માટે ઉપયોગ કરાયેલ ૪૪ ખેડૂતોની જમીન અન્વયે રૃા. ૧૩૬ લાખનું વળતર ચૂકવવામાં સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. જ્યારે નવું સેટઅપ મંજૂર કરવાની દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવા નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કનખરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં. ૧૧ સભ્યો મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનગર વાય. ડી. ગોહિલ, ઈચા. આસિ. કમિશનર (ટેક્ષ) જિજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભૂગર્ભ બોક્સ ગટરની સફાઈ પાવર બેકેટ મશીનથી કરવાની દરખાસ્ત અન્વયે રૃા. ૨૫ લાખ ૩૦ હજાર ઉપજ મંજૂર કરાયેલ છે. પ્રોવાઈડિંગ સપ્લાયિંગ, લેવોલિંગ, લેઈંગ, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ ૧૦૦૦ એમએમ ડાયાની ૭.૧ કિ.મી. ડી.આઈ. પાઈપલાઈન કે-૯ રણજિતસાગર ડેમથી મેઈન પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધીના કામ માટે ખેડૂતોને વળતર ચૂકવવા રૃા. ૧૩૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. ૧-૬-૭માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ટ્રાફિક વર્કના કામ માટે ૨ લાખ, વોર્ડ નં. ૫-૯-૧૩-૧૪ માં જુદી-જુદી કંપનીના અન્ડરગ્રાઉન્ડ કેબલ-ગેસ પાઈપલાઈન, વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સીસી ચિરોડા કરવા રૃા. ૧૦.૯૨ લાખનો ખર્ચ અને વોર્ડ નં. ૧-૬-૭માં કેનાલ બ્રિજના સ્ટ્રેન્થનિંગ એન્ડ અપગ્રેડેશેનના કામ માટે રૃા. ૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. જાડાની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે ઢીંચડામાં પાણીના ટાંકા પાસે કોમ્યુનિટી હોલ બનાવવાના રૃા. ૩૪ લાખ ૪૮ હજાર, કોન્ટ્રાક્ટ બેઇઝથી કામ કરતા ૧૧૦ કર્મચારીઓને મહેનતાણામાં ૫ ટકાનો વધારો કરવાની દરખાસ્ત અન્વયે ૧૦ ટકાનો વધારો કરવા નિર્ણય લેવાયો હતો. હરિયા કોલેજ રોડ, સાંઢિયા પુલથી કનસુમરા સુધી ૧૮ મીટર પહોળા રેલવે ટ્રેકને સમાંતર ડી.પી. રોડ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે.
જામનગર મહાનગર-પાલિકામાં મંજૂર થયેલ રિવાઈઝ્ડ સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્તનો સ્વીકાર કરાયો હતો. જેમાં વર્ગ ૧ ની ૧૪ જગ્યા (ડે. કમિશનર, આસી. કમિશનર, મેડિકલ ઓફિસર, સિટી ઈજનેર, એક્ઝિ. એન્જિ. (ડ્રેનેજ), કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ અને ઈલેક્ટ્રીક) વર્ગ-૨ ની ૧૦૭ જગ્યા, વર્ગ -૨ ની ૧૯૩ અને ૪૭૩ જગ્યા અને વર્ગ-૪ની ૩૯૦ જગ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિટ શાખાનું ૨૭ જગ્યાનું સેટઅપ તથા સેક્રેટરી શાખાનું ૩૬ જગ્યાના સેટઅપનો સમાવેશ થાય છે. આ તમામ દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભા તરફથી મોકલી આપવામાં આવેલ છે.
આમ આજની બેઠકમાં કુલ રૃા. ૨ કરોડ ૧૩ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial