Advertisement
Author: નોબત સમાચાર

પૂ.જીગ્નેશ દાદાની કથામાં વામન, રામ અને કૃષ્ણાવતારનાં જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયા

'વિષ્ણુ ભગવાનનાં ત્રણ અવતારનાં પ્રાગટ્યોત્સવથી ભક્તો ભાવવિભોર'

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં સત્કર્મ ફાઉન્ડેશન તથા શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા તુલસી નગરી, ખંભાળીયા હાઇ-વે પર પૂ.જીગ્નેશ દાદા ' રાધે રાધે' નાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિ કથામાં ગઇકાલે ભગવાન વિષ્ણુનાં વામન, શ્રી રામ તથા શ્રી કૃષ્ણ અવતારનાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.યજમાન પરિવારોનાં બાળકોએ અવતારોનાં રૂપમાં આકર્ષણ જગાવ્યું હતું.ધ્યાન રાહિલ કટારીયા શ્રી કૃષ્ણ અર્થાત કાનુડા સ્વરૂપે સૌનો લાડકવાયો બની ગયો હતો. દેવાંશ નિશાંત રાજાણીએ છત્રી, કમંડળ સહિતની વેશભૂષા સાથે વામન અવતારને પ્રસ્તુત કર્યો હતો. હિમા પ્રફુલ્લભાઇ રાજાણીએ મર્યા દા પુરુષોત્તમ શ્રી રામની ભૂમિકા ભજવી રઘુકુળ શ્રેષ્ઠનાં પગલે ચાલવાનો સંદેશ આપ્યો હતો. વત્સા ભૂપેશભાઇ સોમૈયાએ સીતા માતાનાં વેશમાં પતિવ્રતા નારીનું આદર્શ વ્યક્તિત્વ રજૂ કર્યું હતું.કાવ્ય નિશાંતભાઇ રાજાણીએ લક્ષ્મણજીનાં વેશમાં ભાઇની મહત્તાને પ્રદર્શિત કરી પ્રચલિત બનતી વિભક્ત કુટુંબ વ્યવસ્થા વચ્ચે પરીવારને પરસ્પર સમજણ અને સમર્પણથી એક રહેવાનો સંદેશ આપ્યો હતો. તનીષ રાજુભાઇ કટારીયાએ રામ ભક્ત શ્રી હનુમાનજીનું રૂપ ધરીને ભગવાન શ્રી રામનાં નામથી તમામ સંકટ હરવાનો અને રામભક્તિથી સર્વ સુખ પામવાનો માર્ગ બતાવ્યો હતો. ગઈકાલે કથામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું.

યજમાનો સર્વશ્રી રમણિકલાલ વિઠ્ઠલદાસ રાજાણી પરિવાર, પ્રવિણભાઇ દત્તાણી પરિવાર, કનુભાઇ કોટક પરિવાર, હરસુખભાઇ કરશનભાઇ દત્તાણી પરિવાર, કલ્પેશભાઇ બાલકૃષ્ણભાઇ હડીયલ પરીવાર, કાલીદાસ વિઠ્ઠલદાસ સોનૈયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમંગભાઇ દિનેશભાઇ રાજાણી પરિવાર, ખોડીદાસભાઇ ધામેચા પરિવાર, ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર, અમૃતલાલ લક્ષ્મીદાસ કટારીયા(મારફતીયા) પરિવાર, વસંતરાય નારણદાસ ચગ પરિવાર,ગોરધનદાસ ખેરાજ અમલાણી પરિવાર, મહેન્દ્રભાઇ (મનુભાઇ) પંચમતીયા પરીવારનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં તથા મહોત્સવનો લાભ લીધો હતો

ઉપરાંત કથા એક્ઝિક્યુટિવ કમિટીનાં ચેતનભાઇ માધવાણી, અશોકભાઇ જોબનપુત્રા, આશિષભાઇ ચગ, અક્ષિતભાઇ પોબારૂ, કિરીટભાઇ સોલંકી, ડો.હિમાંશુભાઇ પેશાવરીયા, બાદલભાઇ રાજાણી, ભૂપેશભાઇ સોનૈયા, હિતુલભાઇ કારીયા, હિતેષભાઇ સખીયા, નિરજભાઇ દત્તાણી, ભાવેશભાઇ જાની, વિશાલભાઇ પંચમતીયા,રાજુભાઇ મારફતીયા, હેમલભાઇ વસંત, રણજીતભાઇ મારફતીયા, દિનેશભાઇ મારફતીયા, મિતેષભાઇ લાલ, મિહિરભાઇ કાનાણી, કલ્પેશભાઇ હડીયલ, મેહુલભાઇ જોબનપુત્રા, વિપુલભાઇ કોટક, નિલેશભાઇ ઉદાણી, આનંદભાઇ રાયચુરા, મનોજભાઇ અમલાણી, નિશાંતભાઇ રાજાણી વગેરેએ પણ પરીવાર સાથે  કથામૃતનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ગતરાત્રિની કથામાં વામન, શ્રી રામ તથા શ્રી કૃષ્ણ અવતારનાં પ્રાગ્ યોત્સવને પગલે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો કથામાં ઉમટ્યા હતાં અને દિવ્ય રીતે ઉજવાયેલ ત્રિમહોત્સવનાં પ્રસંગનાં સાક્ષી બની ધર્મલાભ મેળવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh