Advertisement
Author: નોબત સમાચાર

લતીપુરથી ર૩ મોબાઈલ વેટરનરી યુનિટનું કૃષિમંત્રીના હસ્તે લોકાર્પણ

પશુપાલકોને ઘરઆંગણે જ મળશે પશુચિકિત્સાની સુવિધાઃ

જામનગર તા. ૧૬ાઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લતીપુરથી કેન્દ્ર સરકાર પુરસ્કૃત ર૩ મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્રોળ તાલુકાના લતીપુર ગામેથી કેન્દ્ર સરકાર પુરસ્કૃત ર૩ મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારની 'દસ ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનું' યોજનાના સફળ મોડલના આધારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં હરતા-ફરતા પશુ દવાખાના માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગુજરાત રાજ્ય માટે ૧ર૭ મોબાઈલ વેટેરીનરી યુનિટ મંજુર કરવામાં આવ્યા છે. તે પૈકી ર૩ મોબાઈલ વેટેરીનરી યુનિટનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લતીપુર ગૌશાળાથી લીલી ઝંડી દર્શાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ વેટરીનરી યુનિટ જામનગર સહિત આસપાસના વિસ્તારોમાં સેવા આપશે. ૧૯૬ર- આ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પર ફોન કરવાથી તાત્કાલિક પશુપાલકોને ઘર આંગણે જ પશુ ચિકિત્સા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર દ્વારા ગત્ વર્ષે તેમની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૃા. ૩.પ૭૦ લાખ પેવરબ્લોક અને રસ્તાના કામકાજ માટે મંજુર કરવામાં આવયા હતાં. જે રસ્તો તૈયાર થઈ જતા કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નવનિર્મિત માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટથી લતીપુર ગૌશાળામાં પાકો રસ્તો બનાવવા માટે રૃા. પ લાખની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પશુ ચિકિત્સકોની ટીમ અને ડ્રાઈવરને મોબાઈલ વેટેરીનરી યુનિટ માટેના વાહનની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાઈ હતી. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારના દૂધ સંઘોને માળખાકીય સુવિધા અપાવવા માટે વર્ષ ર૦ર૩-ર૪ મા જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કુલ રૃા. ર૯.૮૭ કરોડના પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬.૮૯ કરોડની સહાય મંજુર કરવામાં આવી હોવાનું કેબિનેટમંત્રીએ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh