Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૬ઃ ખંભાળિયામાં ગઈકાલે સાંજે જોધપુર ગેઈટ પાસે રોકડિયા હનુમાનની પાસે મેઈન રોડ પર આવેલા વીજ પોલમાં વીજ વાયર ફટાકડાની જેમ સળગતા તથા તણખા સાથે જીવંત વીજ વાયર ધડામ સાથે રસ્તા પર પડીને ફૂલઝર કે ફટાકડાના વાયરની જેમ સળગતો રહેતા લોકોમાં ભાગાભાગી થઈ ગઈ હતી તથા થોડો સમય ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
આ પછી પી.જી.વી.સી.એલ. તંત્રને જાણ થતાં તેમણે વીજ પુરવઠો બંધ કરીને સમારકામ કરાયું હતું. જર્જરીત વીજવાયરો બદલાવવામાં વીજતંત્રની ઉદાસીનતા અંગે ટીકા થઈ રહી છે.
આ ઘટના સવારે કે બપોરે થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, કેમ કે અત્યંત ભીડવાળો આ વિસ્તાર છે. ફીડર બે ના વીજ વાયરો કોઈનો ભોગ લે તે પહેલા તાકીદે બદલવા માંગણી પણ કરવામાં આવી છે.
સળગતા વીજ વાયરો અને રસ્તા પર વીજ વાયર સળગવાની બાબત વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતાં. તાકીદે જુના વીજ વાયરો બદલવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial