Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગ્રામ્ય પંથક તથા લાલપુર જામજોધપુરમાં રૃા.૪૯ લાખની વીજચોરી

બે સપ્તાહ પછી વધુ એક વખત વીજ ચેકીંગઃ

જામનગર તા. ૧૬ઃ જામનગરના પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલથી વધુ એક વખત વીજ ચેકીંગનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે રૃા.૪૯ લાખ ૨૫ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ છે. જામનગરના વસઈથી માંંડી લાલપુર તથા જામજોધપુરમાં પણ ગઈકાલે વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા બે સપ્તાહ પછી ગઈકાલથી વધુ એક વખત વીજચોરી પકડવા માટે ચેકીંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૫૨ ટૂકડી ચેકીંગ માટે ધસી ગઈ હતી.

જામનગર તાલુકાના મોટી ખાવડી, બેડ, રાવલસર તથા વસઈ ગામમાં વીજ ચેકીંગ કરવા ઉપરાંત લાલપુર તાલુકાના આરબલુસ, ઈશ્વરીયા, મેઘનુગામમાં પણ ચેકીંગ કરાયું હતું. તે ઉપરાંત જામજોધપુર તાલુકાના મોટા કાલાવડ, મોરઝર, સઈ દેવરીયા, રબારીકા, મહિકી સહિતના ગામોમાં પણ વીજ ચેકીંગ હાથ ધરાયું હતંંંંુ.

ગઈકાલે આ ટૂકડીઓએ ૫૮૮ વીજજોડાણો ચેક કર્યા હતા. જેમાંથી ૧૧૮ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૃા.૪૯ લાખ રપ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh