Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના નવાગામના યુવાનને હૃદયરોગનો હુમલોઃ સસરાના ઘેર જમાઈ પર ત્રાટક્યો કાળ

મોટી ખાવડીમાં ઊંઘની હાલતમાં જ વૃદ્ધનું મૃત્યુઃ

જામનગર તા. ૧૬ઃ કાલાવડના નવાગામના યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે લાલપુરના મોડપરમાં સસરાના ઘેર ગયેલા જમાઈનું ચક્કર આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. તેમજ મોટી ખાવડીમાં ટાઉનશીપમાં જમીને રાત્રે સૂવા ગયેલા વૃદ્ધ સવારે તેમના રૂમમાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે.

કાલાવડ તાલુકાના નવાગામમાં વસવાટ કરતા મુકેશભાઈ વલ્લભભાઈ અકબરી (ઉ.વ.૪૧) નામના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે બેભાન બની જતાં સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. મૃતકના નાના ભાઈ ભાવેશ અકબરીએ પોલીસને જાણ કરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરામાં રહેતા જીતેન્દ્રભાઈ રણછોડભાઈ સીતાપરા (ઉ.વ.૪૦) નામના કોળી યુવાન લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા પોતાના સસરાના ઘેર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ગયા હતા જ્યાં તેઓ રવિવારે સવારે ચક્કર આવવા લાગતા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની કમળાબેને મેઘપર પોલીસને જાણ કરી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં ટાઉનશીપમાં સેક્ટર-રરમાં રહેતા મૂળ જલંધરના હરબનસિંગ સ્વર્ણસિંગ (ઉ.વ.૬૭) નામના વૃદ્ધ રવિવારે સાંજે ભોજન લીધા પછી પોતાના ઓરડામાં સૂવા માટે ગયા હતા. આ વૃદ્ધ ગઈકાલે સવારે નહીં ઉઠતા તેમના પુત્ર હરપાલસિંગે પિતાને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેઓનું ઉંઘની હાલતમાં જ મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. હરપાલસિંગે મેઘપર પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh