Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા બાયપાસ પાસે બોલેરોએ બેને હડફેટે લીધાઃ
જામનગર તા. ૨૧: જામનગરના મોરકંડા ગામના પાટિયા પાસે એક મહિના પહેલાં બે બાઈક ટકરાઈ પડ્યા હતા. હેમરેજ સહિતની ઈજા પામેલા એક બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. બીજા બાઈકના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ખંભાળિયા બાયપાસ પાસે ચાલીને જતાં બે યુવાનને બોલેરોએ હડફેટે લીધા છે.
જામનગરના ઠેબા બાયપાસથી લાલપુર બાયપાસ વચ્ચે આવેલા મોરકંડા ગામના પાટીયા પાસેથી ગઈ તા.૧૪ એપ્રિલની સવારે આઠેક વાગ્યે કાનજીભાઈ નામના યુવાન મોટરસાયકલ પર જતાં હતા ત્યારે સામેથી આવતા જીજે-૧૦-ડીએસ ૬૬૮૯ નંબરના મોટરસાયકલના ચાલકે અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં હેમરેજ સહિતની ઈજા પામેલા કાનજીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મોરકંડા ગામના અશોકભાઈ દેવજીભાઈ રાઠોડે ૬૬૮૯ નંબરના મોટરસાયકલના ચાલક સામે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર એરપોર્ટ નજીક આવેલા બાયપાસ પાસે એક પાર્ટી પ્લોટ નજીકથી શનિવારે રવિભાઈ કારૂભાઈ રાઠોડ, કમલેશ નરેશભાઈ હકાણી નામના બે યુવાન ચાલીને જતાં હતા ત્યારે જીજે-૬-એઝેડ ૬૯૭૯ નંબરની બોલેરોના ચાલકે પાછળથી તેઓને હડફેટે લીધા હતા. રોડ પર ફેંકાઈ ગયેલા રવિને ફ્રેક્ચર થઈ ગયા છે. જ્યારે કમલેશને કમરના ભાગે ઈજા થઈ છે. બોલેરોચાલક સામે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના મયુર કારૂભાઈ રાઠોડે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial