Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં ચૂંટણી પછીની હિંસામાં ગોળીબાર થતા એકનું મોતઃ બે ઘાયલઃ ઈન્ટરનેટ બંધ

રોહિણી આચાર્ય સાથે ગઈકાલે છપરામાં સ્થાનિકોના ઘર્ષણ પછી આજે

પટણા તા. ર૧: ગઈકાલે છપરામાં લાલુપ્રસાદ યાદવના પુત્રી અને આરજેડીના ઉમેદવાર રોહિણી આચાર્ય સાથે સ્થાનિકોના ઘર્ષણ પછી આજે ત્યાં ગોળીબાર થતા એકનું મૃત્યુ થયું છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી ઈન્ટરનેટ બંધ કરાવ્યું છે.

ગઈકાલે બિહારમાં પાંચમા તબક્કામાં પાંચ બેઠકો પર મતદાન થયું હતું. પાંચમા તબક્કાના મતદાન પછી બિહારની સારણ લોકસભા સીટ પર ભારે હિંસા થઈ છે. ભાજપ અને આરજેડીના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો અને મંગળવારે બન્ને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે.

પૂર્વ સી.એમ. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. રોહિણી છપરામાં ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચ્યા ત્યારે બુથ નંબર ૩૧૮ અને ૩૧૯ પર વિવાદ થયો હતો. ઘટના સમયે ત્યાં એસપી અને ડીએમ પણ ત્યાં હાજર હતાં.

બન્ને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. જેની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ ઈન્ટરનેટ પણ બે દિવસથી બંધ છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યએ બુથ પર પહોંચ્યા પછી મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમના સમર્થકો પણ તેમની સાથે હતાં. રોહિણી આચાર્યને રોષે ભરાયેલી ભીડને જોતા સ્થળ છોડવું પડ્યું હતું, પરંતુ આજે સવારે જ્યારે વિવાદ નવેસરથી વધ્યો ત્યારે ગોળીબાર થયો હતો.

આ ઘટના પર સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે, 'ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.'

આ ઘટનાના સાક્ષી બનેલા એક સ્થાનિક નાગરિકે મીડિયાને જણાવ્યું કે બન્ને બાજુથી ઘણાં લોકો હતાં. ઘણી ભીડ હતી. બન્ને તરફથી લોકો લાકડીઓ લઈને આવ્યા હતાં. ગોળીઓ પણ છોડવામાં આવી હતી. ત્રણ લોકોને ગોળી વાગી છે.

ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કા હેઠળ બિહારની પાંચ સીટો પર મતદાન થયું હતું જેમાં સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપીરનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચમા તબક્કામાં પર.૯૩ ટકા મતદાન થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh