Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા ચાર વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૧: જામનગરની એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કૃત્ય ગુજારાતા આ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં આરોપીનો છૂટકારો થયો છે.
જામનગરના એક ગામમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને ગઈ તા.૩૧-૧૨-૧૯ની રાત્રિએ અજય લીલાભાઈ સીતાપરા નામનો શખ્સ લલચાવી ફોસલાવી પોતાની સાથે નસાડી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
આ સગીરા પર દુષ્કૃત્ય ગુજારાતા તેણી ગર્ભવતી બની ગઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો. આ કેસ ખાસ પોક્સો કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે આરોપીના વકીલ ધર્મેશ ગોંડલીયા, અનિતા રામવાણી, રવિરાજસિંહ સોઢાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial