Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનનું હૃદયરોગથી થયું મૃત્યુ

દોેઢ વર્ષ પહેલાં જ થયા હતા લગ્નઃ

ખંભાળિયા તા. ૨૧: સલાયામાં આવેલી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં ફરજ બજાવતા એક શિક્ષક પોતાના વતન મોરબીના ખાનપુર ગામમાં વેકેશનની રજા માણવા ગયા પછી હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ નિપજ્યું છે. શિક્ષકના મૃત્યુના સમાચાર સલાયા ગામમાં વાયુવેગે પ્રસરતા વિદ્યાથી તથા વાલીઓમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર તથા તાલુકા વિસ્તારોમાં યુવાનો તથા ઓછી ઉંમરના લોકોનું હૃદયરોગના હુમલાથી એકાએક મૃત્યુ થયાના વ્યા૫ક બનાવોમાં ગઈકાલે વધુ એક યુવાન મૃત્યુ પામ્યા છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં આવેલી પાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે ત્રણેક વર્ષથી ફરજ બજાવતા રાહુલભાઈ ડાવેરા (ઉ.વ.૨૯)નું તેમના વતન મોરબી તાલુકાના ખાનપુરમાં હૃદયરોગના હુમલામાં ગઈકાલે મૃત્યુ નિપજતા શૈક્ષણિક વર્તુળો તથા સલાયામાં વિદ્યાર્થીઓ, વાલીગણમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ રાહુલભાઈના લગ્ન દોઢેક વર્ષ પહેલાં થયા હતા. તેમના પત્ની કચ્છ-ભુજમાં આવેલા જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે. તેમને હાલ વેકેશન હોય તેઓ વતનમાં ગયેલા હતા જ્યા હૃદયરોગના હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.

આહિર સમાજ તથા શિક્ષક યુવાનનું અકાળે અવસાન થતાં આહિર સમાજમાં પણ ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

સલાયા પાલિકા ચીફ ઓફિસર અમિતભાઈ પંડયા, સલાયા હાઈસ્કૂલના આચાર્ય જગમાલભાઈ ભેટારીયા, પૂર્વ આચાર્ય સુધાકરભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, આચાર્ય સંઘના કે.ડી. ગોકાણી, દિનેશભાઈ જોષી, બી.પી. સોનગરા, ઈલેશભાઈ નકુમ સહિતએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh