Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રીને માહિતી મળતા ત્વરીત એકશન લેવડાવ્યા
ખંભાળીયા તા. ર૧ : ભાણવડમાં ૭ થી ૧૦ દિવસે પાણી વિતરણ થતું હોવાની જાણ થતાં રાજ્યના પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાએ તંત્રને દોડતું કરતા હવે ચાર દિવસે પાણી આવે, તેવી વ્યવસ્થા થતાં લોકોને થોડી રાહત થઈ હોવાનું જાણવા મળે છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરની ચારે તરફ ઢગલાબંધ ડેમ હોવા છતાં પણ પાણીની સ્થિતિ દર વર્ષે ઉનાળામાં વિકટ થતી જતી હોય છે. તાજેતરમાં પાલિકાની પાણીની મોટર બળી જતાં, વીજ કાપ તથા ઉપરથી આવતા નર્મદાના પાણીમાં પણ ઘટાડો થતાં દશ દિવસે પાણી પહોંચી ગયું હતું. તથા સાત દિવસે પાણી વિતરણ થતું હોય અનિયમિત હોય આ બાબતે ભાણવડ ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાને જાણ થતાં તેમણે તુરત પગલા લીધા હતા તથા હાલ સાતને બદલે ચાર દિવસે અડધો કલાક નિયમિત પાણી વિતરણ થાય તેવી વ્યવસ્થા કરાવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
ભાણવડ મામલતદાર તથા પાલિકાના વહીવટદાર અશ્વિનભાઈ ચાવડાએ જણાવેલ કે ભાણવડને પાણીના સ્ત્રોતોમાં એક જ ડેમ છે જેમાંથી માત્ર અડધો એમ.એલ.ડી. પાણી મળે છે બાકીનું નર્મદાનું પાણી અઢીથી ત્રણ એમએલડી આવે છે. જેમાંથી પાણી વિતરણ થાય છે. પાણીની મોટર બળી જતા વીજકાપ થતાં તથા ઉપરથી નર્મદાનું આવતું પાણી મોડું થતાં પાણી વિતરણ વ્યવસ્થા બગડી હતી જે હવે પૂર્વવત અને નિયમિત રીતે કરીને ચાર દિવસે અડધો કલાક નિયમિત પાણી મળે તેવી સ્થિતિ થઈ ગઈ છે જે અગાઉ સાત દિવસે મળતું હતું !! આ ઉપરાંત નર્મદાના પાણીમાં પણ વધારાની માંગ કરાઈ છે. રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પણ દશ લાખ લીટર પાણી નર્મદાનું રોજ વધુ મળે તેવા પ્રયાસો કરાતા ભાણવડનો પીવાના પાણીનો પ્રશ્ન હવે હલ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial