Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને ફડાકોઃ
જામનગર તા. ૨૧: જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર સ્ટોક યાર્ડ નજીક બાઈક રાખવા બાબતે બોલાચાલી પછી ત્રણ શખ્સે બે યુવાન પર લાકડી-પાઈપથી હુમલો કર્યાે હતો. જ્યારે બે વર્ષ પહેલાં કરાયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી સચાણા ગામના શખ્સે એક યુવાનને ફડાકો ઝીંકી છરી બતાવી ધમકી આપી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા મૂળ લાલપુરના મેમાણા ગામના પ્રદીપસિંહ ગંભીરસિંહ જાડેજા રવિવારે રાત્રે હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર એક પેટ્રોલપંપ પાછળ સ્ટોક યાર્ડ નજીક હતા ત્યારે ત્યાં બાઈક લઈને આવેલા ફૈઝલ હનીફ ખફી નામના શખ્સે બાઈક યાર્ડ પાસે રાખવા બાબતે બોલા ચાલી કર્યા પછી અન્ય શખ્સોને બોલાવ્યા હતા. ધસી આવેલા અન્ય બે વ્યક્તિએ ફૈઝલ સાથે મળી પ્રદીપસિંહ તથા હીરેન નાગર પર પાઈપ, લાકડી, ઢીકાપાટુ વડે હુમલો કરી માર માર્યાે હતો. પ્રદીપસિંહે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સચાણા ગામના જાવિદ જુમાભાઈ જામ નામના યુવાન પર ગયા ગુરૂવારે સચાણામાં યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાં સચાણા ગામના જ તૌસિફ સુલેમાન લાખા નામના શખ્સે ફડાકો ઝીંકયો હતો અને છરી બતાવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બે વર્ષ પહેલાં જાવિદના પિતા જુમાભાઈ અલીભાઈ જામે પોલીસમાં તૌસિફ સુલેમાન સામે ફરિયાદ નોંધાવી હતી. તેનો ખાર રાખી ઉર્ષમાં મળી ગયેલા જાવિદ પર હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial