Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧: જામનગરમાં લાકડાની એક લાતીમાં ૧૨ વર્ષ પહેલાં કરાયેલા વીજ ચેકીંગ પછી વીજચોરીનો આક્ષેપ મુકાયો હતો. તે બીલ રદ્દ કરાવવા અદાલતમાં કરાયેલો દાવો અદાલતે નામંજૂર રાખ્યો છે.
જામનગરની ૫ોટરીવાળી ગલીમાં આશાપુરા સો મીલમાં વર્ષ ૨૦૧૨માં વીજ અધિકારી દ્વારા બે મીટર કબજે કરાયા હતા. તેનું લેબ.માં ટેસ્ટીંગ કરાતા એક મીટરમાં ચેડા કરાયાનું જણાઈ આવતા સો મીલના સંચાલકને રૂ.૧૦૮ ૨૪૧નું બીલ આપવામાં આવ્યું હતું. તે બીલ રદ્દ કરાવવા કોર્ટમાં દાવો કરાયો હતો. દાવા અન્વયે રજૂઆત કરાઈ હતી કે, વીજચોરી અંગે પોલીસ કેસમાં સો મીલ સંચાલકનો છૂટકારો થયો છે. તેથી બીલ રદ્દ કરવું જોઈએ. તેની સામે વીજ કંપનીના પેનલ એડવોકેટ અશોક નંદા, પૂનમ પરમારે દલીલ કરી હતી કે, ફોજદારી કેસમાંથી મુક્ત થવાથી સિવિલ લાયેબિલિટીમાંથી મુક્ત થઈ શકાય નહીં. અદાલતે બીલ કાયદેસર હોવાનું ઠરાવી દાવો રદ્દ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial