Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી

તાપમાનનો પારો નીચે સરક્યોઃ ભેજમાં ઘટાડો

જામનગર તા. ર૧: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં આગલા દિવસની સરખામણીએ તાપમાનનો પારો બે ડીગ્રીથી વધુ નીચે તરફ સરકતા ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી. તેમજ પવનની ઝડપ પ્રતિકલાકના ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. ઉપરાંત ન્યુનતમ તાપમાન અને ભેજના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન ૩૬.પ અને ન્યુનતમ તાપમાન ર૭.૪ ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ મહત્તમ ૭૧ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

આગલા દિવસે મહત્તમ તાપમાન ૩૮.પ ડીગ્રી નોંધાયું હતું. આમ એક દિવસમાં ર.ર ડીગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી. આમ છતાં સરેરાશ તાપમાન ૩૬.પ ડીગ્રી જળવાતા ગરમીથી લોકો અકળાયા હતાં, જો કે સુસવાટા મારતા પવનની ઝડપ પ્રતિ કલાકના ર૦ થી રપ કિમીની રહેતા લોકોએ રાહત અનુભવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh