Advertisement
Author: નોબત સમાચાર

હરિધામમાં હેરીટેજ હરિકુંડની દુર્દશા અંગે વૈષ્ણવોમાં જબરો જનક્રોશઃ તત્કાલ સફાઈ જરૂરી

યાત્રાધામ દ્વારકામાં ક્ષોભજનક સ્થિતિ

દ્વારકા તા. ૨૧: દ્વારકા યાત્રાધામમાં પવિત્ર ગોમતી નદીના કિનારે મહાપ્રભુજીની બેઠકજી પાસે આવેલ દ્વારકાના હેરીટેજ સ્થળોમાં સમાવિષ્ટ હરિકુંડ આવેલ છે. દ્વારકા નગર પાલિકા દ્વારા જે-તે વખતે લાખો રૂપિયાના ખર્ચે હરિકુંડનો વિકાસ કરાયા બાદ જાળવણીના અભાવે લાંબા સમયથી હરિકુંડની દુર્દશા નજરે દેખાય છે.

મહાપ્રભુજીની બેઠકજીના દર્શનાર્થે આવતા વૈષ્ણવો તેમાં ખાસ કરીને મહિલાઓ મહાપ્રભુજીના ચરણસ્પર્શ, જારી ભરવા તેમજ સેવા કરતા પહેલા આ કુંડમાં સ્નાન કરે છે. ત્યારબાદ જ બેઠકજીમાં સેવા-પૂજા કરી શકે છે. પરંતુ લાંબા સમયથી પ્રાચીન હરિકુંડમાં ફેલાઈ રહેલી ગંદકી તેમજ દુષિત પાણીના ભરાવાને કારણે કુંડમાં સ્નાન કરવું આસ્થાની કસોટી કરાવે તેમ છે. ધાર્મિક મહત્મ્ય ધરાવતા દ્વારકાના પ્રાચીન કુંડોમાં સમાવિષ્ટ આ કુંડની પવિત્રતા જોખમાતી હોય બેઠકજીમાં પધારતા વૈષ્ણવો ક્ષોભ અનુભવે છે. હેરીટેજ હરિકુંડની તાત્કાલીક અસરથી સફાઈ કરવા તેમજ દુષિત પાણીનો નિકાલ કરવા સંબંધિત વિભાગે ઘટતા પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh