Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાંથી ઝડપાયો બોગસ તબીબ

દવા સહિતનો મુદ્દામાલ એસઓજીએ કબજે લીધોઃ

જામનગર તા. ૨૧: જામનગરના મોટી ખાવડી ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં અજાણ લોકોની સારવાર કરી રહ્યો હોવાની બાતમી પરથી એસઓજીએ તે શખ્સના કહેવાતા ક્લિનિકમાં દરોડો પાડી આ કહેવાતા તબીબને દબોચી લીધો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડીમાં મુખ્ય બજારમાં બિશ્વાસ હોસ્પિટલ નામના ક્લિનિકમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો હોવાની બાતમી એસઓજીના બળભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ, તૌસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ દરોડો પડાયો હતો.

તે હોસ્પિટલમાં ચકાસણી કરાતા મૂળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના વતની અને હાલમાં મોટી ખાવડીમાં રહેતો બીજોન ભગીરથ બિશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પાસે ડિગ્રી જોવા મંગાતા તેની પાસે ડિગ્રી ન હોવાનું ખૂલ્યું હતું. એસઓજીએ દવા, સ્ટેથોસ્કોપ તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી આ શખ્સ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટની કલમ ૩૦ તથા આઈપીસી ૩૩૬ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh