Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક શહેરોમાં વોર્મનાઈટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ
અમદાવાદ તા. ર૧: ગુજરાતમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી સાથે જુદા જુદા વિસ્તારો માટે વિવિધ પ્રકારના એલર્ટ અપાયા છે.
હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે હીટવેવની આગાહી કરી છે જેમાં અમદાવાદમાં આજથી સતત પ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં શહેરનું તાપમાન ૪૬ ડીગ્રીને પાર થવાની આગાહી છે. તેને લઈને અમદાવાદ મ્યુ. તંત્ર દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. સાથોસાથ હોસ્પિટલમાં પણ એક્શન પ્લાનના ભાગરૂપે તંત્રને સજ્જ કરાયું છે. બીજી તરફ વોર્મનાઈટની અસર પણ અમદાવાદ, ભાવનગર, વડોદરા શહેરમાં જોવા મળશે જેમાં રાતના ૮ સુધી પણ તાપમાન ૪૧ ડીગ્રી જેટલું ઊંચુ અનુભવાશે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી આગના ગોળા વરસાવી રહી છે. હાલમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનોની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ સાથે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને કેટલાક જિલ્લામાં ગરમીનો પારો ૪પ ડીગ્રીને પાર થઈ જતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે કેટલાક શહેરોમાં વોર્મનાઈટની પણ ચેતવણી અપાઈ છે જે પ્રથમવાર આવા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગ્રીનસિટી ગંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ અને આણંદમાં અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી અને સાબરકાંઠામાં પ દિવસ સુધી યલો એલર્ટની ચેતવણી અપાઈ છે, જ્યારે રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ રાજ્યમાં ર દિવસ સુધી વોર્મ નાઈટની આગાહી કરી છે જેમાં ભાવનગર, અમદાવાદ અને વડોદરાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે. હાલમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર જિલ્લામાં ૪પ ને પાર નોંધાઈ રહી છે ત્યારે અન્ય શહેરોમાં ગરમીનો પારો ૪૪-૪પ ડીગ્રીને પાર પહોંચ્યો છે જે આગામી ૪૮ કલાકમાં બે ડીગ્રીનો વધારો થવાની શક્યતા છે. જેને કારણે હાલ ગરમીની આગમાં શેકાતા ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની શક્યતા નથી.
એક તરફ મહાનગરોમાં ગરમીનો પારો ૪૬ નજીક પહોંચવાની આગાહી છે તો બીજી તરફ દરિયાકાંઠાના જિલ્લાઓમાં પાંચ દિવસ સુધી ગરમ યુક્ત ભેજવાળા પવનની સ્થિતિ બની રહેશે. છેલ્લા ૪૮ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરનો પારો ૪૪ ને પાર થઈ ગયો છે જેમાં એકથી બે ડીગ્રીનો વધારો થવાની આગાહી છે. રાજ્યની ગરમીની એવરેજની વાત કરીએ તો મહત્તમ તાપમાન ૪૪.૯ ડીગ્રી અને લઘુતમ ૩૧.ર ડીગ્રી નોંધાઈ રહ્યું છે તેમાં પણ ૪૪.૦૯ ડીગ્રી આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial