Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મન૫ાનો સફાઈ વિભાગ નિષ્ક્રિય-નિંભરઃ લોકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી
જામનગર તા. ર૧: જામનગર શહેરના હાર્દસમા વિસ્તાર એટલે કે, ઓઝાનો ડેલો, તારકેશ્વર મહાદેવ મંદિર, મોટી હવેલી જેવા ધાર્મિક સ્થળોના મુખ્ય રોડ / શેરીઓમાં ગટરના ગંદા પાણી ફેલાયેલા રહેતા હોવાથી આ વિસ્તારના રહેવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યાં છે.
ધાર્મિક સ્થળો પર ધર્મપ્રેમીઓ, મહિલાઓ, વૃદ્ધોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગટરના ગંદા પાણી ફેલાયેલા રહેતા હોવાથી સમગ્ર વિસ્તારમાં માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ ફેલાયેલી રહે છે. માખી-મચ્છર, જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, અને રોગચાળો ફેલાવવાની દહેશત પ્રવર્તે છે.
રાહદારીઓ તેમજ વાહન ચાલકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. મનપા સફાઈ વિભાગની નિષ્ક્રિયતા-નિંભરતાના કારણે સફાઈ થતી નથી અને ગટરના ગંદા પાણી શા માટે રસ્તા ઉપર અને શેરીઓમાં વહી રહ્યાં છે તેની તપાસ કરી તેનો ઉકેલ શા માટે લાવવામાં આવતો નથી...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial