Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ, સાસુ સામે નાખી ધાઃ
જામનગર તા. ૨૧: જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં રહેતા પતિ તથા સાસુએ ઘરકામ બાબતે ગાળો ભાંડી પરિણીતાને મારકૂટ કર્યા પછી ઘરમાંથી કાઢી મૂકતા તેણીએ પોલીસમાં રાવ કરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વાંઝાવાસમાં રહેતા નઝમા હનીફભાઈ જેમલાણી નામના યુવતીના નિકાહ ધરારનગર-૧ વિસ્તારમાં રહેતા હબીબ સુલ્તાન ખીરા સાથે વર્ષ ૨૦૧૩માં થયા હતા. તે પછી એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા પછી પતિ તથા સાસુ આઈશાબેન સુલ્તાન ખીરાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ પરિણીતાને નાની બાબતોમાં વાંક કાઢી અને ઘરકામ બાબતે બોલી ગાળો ભાંડવામાં આવતી હતી અને મારકૂટ કરાતી હતી. તેણીને ગયા મહિને ઘરમાંથી કાઢી મુકવામાં આવતા પિયર પરત ફરેલા નઝમાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial