Advertisement
Author: નોબત સમાચાર

તમિલનાડુ-કેરળમાં પ્રિ-મોન્સુન વરસાદ

ભૂસ્ખલનની સંભાવનાઓને લઈને તંત્ર એલર્ટ

ચેન્નાઈ તા. ર૧ : તમિલનાડૂ અને કેરળમાં ચોમાસા પહેલાનો વરસાદ કેટલાક વિસ્તારોમાં થયો હોવાના અહેવાલો છે તે ઉપરાંત ભૂસ્ખલનની સંભાવનાઓને લઈને તંત્રોને એલર્ટ રખાયા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતની સરહદમાં પ્રવેશી શકે છે અને ૩૧ મે ની આસપાસ કેરળ સરહદે આવી શકે છે, પરંતુ તે પહેલા કેરળ અને તમિલનાડુમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. ર૦ મે ના તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને કેરળના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે. આ વરસાદની અસર એટલી વધી શકે છે કે સરકારે તમામ જિલ્લાઓમાં ઈમરજન્સી સેન્ટરો ખોલ્યા છે, રાજ્યના તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં વરસાદ લોકો માટે સમસ્યા બની ગયો, વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કેરળમાં ગામડાઓના અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને વૃક્ષો ધરાશાયી થવાની વ્યાપક ઘટનાઓ બની છે.

ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને રોગોના ભય વચ્ચે ઈમરજન્સી સેન્ટરો અને હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેરળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે ભૂસ્ખલનની સંભાવના હોવાથી તમામ જિલ્લા કલેકટરો અને સંબંધિત કચેરીઓમાં કટોકટી ઓપરેશન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે અને રોગચાળાના ફેલાવા જેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પુરવઠાનો સ્ટોક રાખવામાં આવ્યો છે.

મહેસુલ પ્રધાન કે રાજને જણાવ્યું હતું કે રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓને વરસાદની સ્થિતિ વિશે ચેતવણી આપવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે અને સંભવિત ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં રાખીને પર્વતીય વિસ્તારોમાં કડક નિયમોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે રસ્તા પર માટી ધસી પડવાની સંભાવના છે. પ્રવાસીઓને સંભવિત ભૂસ્ખલનના ભય વિશે ચેતવણી આપવા માટે આવા વિસ્તારોમાં સલામતી બોર્ડ લગાવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh