Advertisement
Author: નોબત સમાચાર

લાવડીયાના યુવતીએ અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી સારવારમાં મૃત્યુ

ભૂલથી ઝેરી દવાવાળું પાણી પીવાઈ જતાં યુવાન મોતને શરણઃ

જામનગર તા. ૨૧: જામનગર તાલુકાના લાવડીયા ગામના એક મહિલાએ અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામજોધપુરના પરડવા ગામના એક ખેડૂતે ભૂલથી ઝેરી દવાવાળું પાણી પી લેતાં તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.

જામનગર તાલુકાના લાવડીયા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા હેમીબેન ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૪૦) નામના મહિલાએ ગઈ તા.૧૧ની સવારે કોઈ અકળ કારણથી પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હેમીબેનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા ભીખાભાઈ કારાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી આ મહિલાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જામજોધપુર તાલુકાના પકડવા ગામના વાડી વિસ્તારમાં રહેતા વજશીભાઈ બાબુભાઈ ગોઢાણીયા (ઉ.વ.૩૫) નામના યુવાન ગઈકાલે રાત્રે પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે પાણીના ધોરીયામાં મુકવામાં આવેલી ઘાસ બાળવાનું ઝેરી પ્રવાહી  તેઓએ ભૂલથી પી લેતાં તેઓને ઝેરી અસર થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા વજશીભાઈનું મૃત્યુ નિપજ્યું છે. વાનાભાઈ બાબુભાઈ ગોઢાણીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh