Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંક તરફથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે અકસ્માત વીમા સહાય યોજના અમલમાં મૂકેલ છે, જે અંતર્ગત લાલપુર તાલુકાના રીંજપર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ જુવાનસિંહ બળુભા જાડેજાનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારોને વીમા સહાય યોજના હેઠળ રૂ. પાંચ લાખનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લાલપુર તાલુકાના ડાયરેક્ટર અશોકભાઈ લાલના હસ્તે જુવાનસિંહ જાડેજાના પરિવારને રૂ. પાંચ લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ વસરા, મંત્રી વિજયભાઈ વસરા, બેંકના બ્રાન્ચ મેનેજર આર.ડી. ભાલોડિયા હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial