Advertisement
Author: નોબત સમાચાર

સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં મોરબીના આરોપીને ૧૦ વર્ષની સખત કેદ

મુસાફરી દરમિયાન પરિચય કેળવી આચર્યું હતું દુષ્કૃત્યઃ

જામનગર તા. ૨૧: મોરબીના એક શખ્સે ગયા વર્ષે એક સગીરાને બસની મુસાફરી દરમિયાન પરિચયમાં લઈ મોબાઈલ નંબર આપ્યા પછી તેણીનું બાઈકમાં અપહરણ કર્યું હતું અને મોરબી લઈ જઈ દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ ગુન્હો ભાણવડ પોલીસમાં નોંધાયા પછી અદાલતે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરાને રૂ.૩ લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કરાયો છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અમરદળ ગામનો દિનેશ હીરાભાઈ ચાવડા નામનો શખ્સ હાલમાં મોરબીમાં વસવાટ કરે છે. ગયા વર્ષે બસમાં મુસાફરી કરતી વખતે તેણે એક સગીરા સાથે પરિચય કેળવી મોબાઈલ નંબર આપ્યો હતો. તે પછી ભાણવડના વાનાવડમાં પોતાના સંબંધીને ત્યાં આવેલા દિનેશે બાઈકમાં તે સગીરાને બેસાડી મોરબી તરફ પ્રયાણ કર્યું હતું. માર્ગમાં દિનેશને તે સગીરાના ભાઈએ ફોન કર્યાે હતો પરંતુ તેણી પોતાની સાથે નથી તેમ કહી દિનેશ સગીરાને મોરબી લઈ ગયો હતો જ્યાં તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારપછી સગીરાને રાજકોટ જવા માટે બસમાં બેસાડી લીધી હતી. રાજકોટ પહોંચેલી સગીરા ફરીથી દિનેશ પાસે જવા મોરબી નીકળી હતી અને મોરબીના બસ સ્ટેન્ડમાં તે સગીરા એકલી હોવાનું સ્થાનિક પોલીસને દિનેશે જણાવતા પોલીસે તે સગીરાને સાંત્વના આપી પૂછપરછ કરતા તેણી પર દુષ્કર્મ ગુજારાયાનું ખૂલ્યું હતું.

ત્યારપછી દિનેશ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં પોક્સો તેમજ આઈપીસની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. ઉપરોક્ત કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવ્યો હતો.

અદાલતે આરોપી દિનેશ હીરાભાઈ ચાવડાને તક્સીરવાન ઠરાવ્યા પછી આઈપીસી ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨ હજારનો દંડ, આઈપીસી ૩૬૬ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૩ હજારનો દંડ, ૩૭૬ તથા પોક્સો એક્ટની કલમ ૪, ૧૨માં ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સરકાર તરફથી ડીજીપી એલ.આર. ચાવડા રોકાયા હતા. સગીરાને રૂ.૩ લાખ વળતર પેટે કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવા હુકમ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh