Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવીને રીડીંગ સરખાવવાનો પ્રયોગ

તફાવત કે વિસંગતતા જાણવા માટે

જામનગર તા. ર૧ : જામનગર પીજીવીસીએલ સ્માર્ટ ડિઝિટલ મીટર સંદર્ભ વિશેષ પ્રયોગ કરાયો છે જામનગરના એક વીજ જોડાણમાં સ્માર્ટ ડિઝિટલ મીટર અને જુનું મીટર બંને સાથે લગાવીને રિડીંગ સરખાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા ડિઝિટલ સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ડિઝિટલ મીટરમાં વધુ રીડિંગ આવે છે, સહિતની જુદી જુદી ફરિયાદોના નિવારણના સંદર્ભમાં વીજતંત્ર દ્વારા એક વીજ ગ્રાહકના ઘરમાં જુનું વીજ મીટર અને તેની સાથે જ સ્માર્ટ ડિઝિટલ મીટર લગાવીને બંનેના રીડિંગ સરખાવવા માટેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વીજ વપરાશ અંગેની વિસંગતતાઓને દૂર કરવાના ભાગરૂપે આ પ્રયોગ થઈ રહ્યો છે.

જામનગર પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી હેઠળ આવતા વિસ્તારમાં હાલમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ છે, જેમાં લોકોમા અપુરતી માહિતી તથા નેગેટીવ મેસેજ તથા સોશિયલ મીડિયામાં અુમક વિડીયો ફરવાના લીધે અમુક જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે.

સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના એક ગ્રાહક દ્વારા ઉપરની કક્ષાએ રજુઆત કરતાં તથા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગનો સંપર્ક કરતાં સ્માર્ટ મીટર વધુ રીડિંગ દર્શાવે છે, અથવા સ્માર્ટ મીટરમાં વધારે ભાવ લઈને વધુ રિચાર્જ કપાઈ જાય છે, વિગેરે જેવા પ્રશ્નોનું સમાધાન માટે એક વધુ ડિઝિટલ મીટરને સ્માર્ટ મીટર સાથે લગાડવાની રજુઆત કરી હતી. જેના પગલે વીજ તંત્રની ઓથોરિટીની મંજુરી લઈને આ ગ્રાહકના જગ્યા પર જુના મીટરની સાથે એક ડિઝિટલ મીટર પણ લગાડવામાં આવેલ છે. જેથી આ સ્માર્ટ મીટર અને ડિઝિટલ મીટર વચ્ચે ડેટાનું એનાલીસીસ કરી હકીકત ખ્યાલ આવી શકે.

ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર અંગે કચેરી અધિકારીઓ દ્વારા વારંવાર જણાવવામાં આવેલું છે કે, ગ્રાહકોમાં સ્થળે સ્માર્ટ વીજ મીટર લગાડતા પહેલા દરેક મીટરનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવતું જ હોય છે, અને ત્યારબાદ જ પેટા વિભાગ કચેરીઓને ફાળવવામાં આવે છે. તેમ છતાં જે વીજ ગ્રાહકોમાં જે ખોટી માન્યતાઓ કે ગેરસમજ ઊભી થયેલી છે તેમની શંકાના સમાધાનના ભાગરૂપે તા. ર૧-પ-ર૪ ના કિરીટસિંહ વાળાની રજુઆતને ધ્યાને રાખીને વીજ કંપનીની ઓથોરિટી દ્વારા એક ચેક મીટર લગાડવામાં આવેલ છે. જેથી આવનારા સમયમાં વીજ ગ્રાહકોને યોગ્ય અને સાચી માહિતી ઉપ્લબ્ધ થાય, અને ગેરસમજ ફેલાવતા નેગેટીવ મેસેજને અવગણીને ગ્રાહકો સ્માર્ટ મીટર લગાડવા પ્રત્યે જાગૃત થાય અને સ્માર્ટ મીટર લગાડવામાં મદદરૂપ થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh