Advertisement
Author: નોબત સમાચાર

સ્માર્ટ મીટર સાથે માંગણી મુજબ બીજુ મીટર લગાવવા અંગે ટૂંક સમયમાં નિર્ણય

અધિકૃત જાહેરાતની ગણાતી ઘડીઓઃ મામલો હાઈકોર્ટમાં?

અમદાવાદ તા. ર૧: સ્માર્ટ મીટર સાથે માંગણી મુજબનું એક બીજુ મીટર મૂકવાનો નિર્ણય લેવાઈ શકે છે, તેવા અહેવાલો વહેતા થયા છે, અને આ અંગે ટૂંક સમયમાં કોઈ સ્પષ્ટ જાહેરાત થઈ શકે છે. લોકો અત્યાર સુધી આ અંગે સરકાર કે કંપની તરફથી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી, પરંતુ રાજ્યવ્યાપી પ્રચંડ વિરોધ પછી સરકાર સફાળી જાગી છે, અને હાઈકોર્ટમાં પણ કોઈ અરજદારે આ મુદ્દે રીટ કરી હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનિય છે કે, સ્માર્ટ વીજ મીટરમાં રીચાર્જ બાબતે પણ કોઈ જાતની સૂચના કે સમજ વીજ મીટર બેસાડવા આવનાર દ્વારા આપવામાં આવતી નથી. સ્માર્ટ વીજમીટરમાં રીચાર્જ માટે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અત્યંત જરૂરી છે, પરંતુ જેમની પાસે આવો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ના હોય તેવા વીજ કનેક્શન ધારકને રીચાર્જ બાબતે ભારે તકલીફ પડે છે, જો કે નિયત સમયે રીચાર્જ નહીં કરાવાતા વીજધારક ગ્રાહકનું કનેક્શન તાત્કાલિક ધોરણે કપાઈ જાય છે. જ્યારે બીજી બાજુ અગાઉના જુના મીટરોમાં પોસ્ટ પેઈડ વીજબીલ ભરવાની સિસ્ટમ હતી. જેમાં મુદ્ત વીતવા છતાં પણ વીજ નિગમ દ્વારા ચોક્કસ મુદ્ત આપવામાં આવતી હતી.

દરમિયાન સ્માર્ટ વીજ મીટરમાં ત્રણથી ચાર ગણું વીજબીલ આવતું હોવાનો સ્માર્ટ વીજ મીટર ધારકોને અહેસાસ થવા માંડ્યો હતો. નિયત વીજ બીલમાં વપરાતી વીજળી ગણતરીના દિવસોમાં વપરાઈ જતા વીજ કનેક્શન કપાઈ જાવાનો અહેસાસ સ્થાનિક વીજ ગ્રાહકોને થવા માંડ્યો હતો. પરિણામે સ્માર્ટ વીજ મીટર ધારકોએ આ બાબતે વિરોધ કરવાનું શરૂ કરીને વીજ કચેરીએ ટોળા રૂપે જઈ રજૂઆત કરવા માંડી હતી.

આ ઉપરાંત વીજધારકને યેનકેન સમજાવી કે પછી ધરપકડ અથવા દંડનીય કાર્યવાહીનો ડર બતાવીને વીજ કનેક્શન ધારક પાસેથી રનીંગ વીજબીલ લઈ લેવાય છે. ત્યારપછી સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવે છે. તેમજ વીજ બીલ નહીં આપનારની ધરપકડ કરવામાં આવશે કે પછી રૂપિયા દસ હજાર સુધીનો દંડ પણ વીજ કંપની દ્વારા થઈ શકે છે તેવી વીજ ગ્રાહકને ધમકી અપાય છે તેવી ફરિયાદો થઈ હતી. જેમાં હવે સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્ત્વનો નિર્ણય કર્યો હોવાનું અને તે સંદર્ભે ટૂંક સમયમાં જાહેરાત થનાર હોવાના અહેવાલો વહેતા થયા છે.

સૂત્રો તો એમ પણ જણાવે છે કે, પ્રજામાંથી સ્વયંભૂ રીતે ઊઠી રહેલા આ વિરોધ પછી અને સોશિયલ મીડિયામાં લોકોએ મચાવેલી ધમાસાણ પછી સરકાર જાગી છે અને ચારે ચાર વીજ વિતરણ કંપનીના વડાઓને તાત્કાલિક ગાંધીનગર બોલાવી તેની સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જો કે આ મિટિંગ મળ્યા પછી તેમાં શું નિર્ણય લેવાયો તેની કોઈ જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી નથી. બીજી બાજુ સ્માર્ટ મીટર સામે હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો પણ વહેતા થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh