Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાયકા પહેલા આપેલા ડોક્યુમેન્ટ્સનો દુરૂપયોગ!
પાટણ તા. ર૧: પાટણમાં ઈન્કમટેક્સ વિભાગે ચાની લારીવાળાને રૂ. ૪૯ કરોડની નોટીસ ફટકાર્યા પછી જે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો, તેથી સનસની ફેલાવા પામી છે.
આવકવેરા વિભાગે ગુજરાતના પાટણ શહેરના નવા ગંજ વિસ્તારમાં ચાની લારી ચલાવતા યુવાનને ૪૯ કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. આ સમગ્ર મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે તેમજ પાટણ પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસની ફેલાવા પામી છે.
મળતી વિગતો મુજબ પાટણ શહેરના નવા ગંજ બજારમાં બનાસકાંઠાના ખેમરાજ દવે કે જેઓ ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને આવકવેરા વિભાગે ૪૯ કરોડ રૂપિયાની નોટીસ મોકલી છે. વાત એવી છે કે આવકવેરા વિભાગે ચા વેંચનાર ખેમરાજ દવેના ખાતામાં ૩૪ કરોડ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારોને લઈને નોટીસ મોકલી છે. આ પહેલા પણ દવેને બે નોટીસ પાઠવવામાં આવી હતી, પરંતુ અંગ્રેજી ભાષા ન આવડતી હોવાના કારણે તેણે તેની અવગણના કરી હતી.
ઓગસ્ટ ર૦ર૩ માં જ્યારે નોટીસ ત્રીજી વખત આવી ત્યારે તે નોટીસને લઈને વકીલ સુરેશ જોષી પાસે ગયા અને સમગ્ર મામલો જાણ્યો હતો. જોષીએ દવેને જણાવ્યું હતું કે, આ નોટીસ નાણાકીય વર્ષ ર૦૧૪-૧પ અને ર૦૧પ-૧૬ દરમિયાન ગેરકાયદેસર વ્યવહારો માટે તેમના પર લગાવવામાં આવેલ ટેક્સ દંડ અંગેની છે, જો કે તેના ખાતામાં આવો કોઈ વ્યવહાર ન હોવાથી તે પાટણમાં ઈન્કમટેક્સ અધિકારીને મળ્યો અને તેને આખી વાત કરી હતી. ત્યારપછી આઈટી વિભાગના ઓફિસરે દવેને કહ્યું કે અન્ય કોઈએ તેના (દવે) નામે ખાતું ખોલાવ્યું હતું અને તેનો ઉપયોગ કર્યો હતો.
એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આજથી ૧૦ વર્ષ અગાઉ ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા માટે અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાની સહીવાળા આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ આઠ ફોટો આપ્યા હતાં. ગંજબજારમાં પેઢી ચલાવતા આ બન્ને ભાઈઓએ લારીવાળાના ડોક્યુમેન્ટનો દુરઉપયોગ કર્યો હતો અને અલગ અલગ બેંકમાં ખાતા ખોલીને કરોડો રૂપિયાના ગેરકાયદેસર અને બેનામી વ્યવહાર કર્યા હતાં. પાટણ સિટી 'બી' ડિવિઝન પોલીસે આરોપીઓ સામે વિશ્વાસભંગ, છેતરપિંડી, બનાવટી ડોક્યુમેન્ટ અસલી તરીકે રજૂ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ બન્ને ભાઈઓની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial