Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઃ
જામનગર તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ઉનાળાની સ્થિતિ છે. ત્યારે દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકા ચારેય તાલુકાઓમાં અનેક ગામોમાં સ્થાનિક ડેમ, તળાવ કે પાણીના સ્ત્રોતની વ્યવસ્થા ન હોય હાલ નર્મદાની પાઈપલાઈન દ્વારા ખંભાળિયા આવતા પાણીને પાઈપ મારફતે મોકલીને ગામડાઓની જળ સમસ્યા હલ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે.
દ્વારકા જિલ્લામાં કુલ ૬૪ ગામો એવા છે જ્યાં નર્મદાનું પાણી પાઈપલાઈન મારફતે પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક ગામને ટેન્કરથી તથા ૧૬ ગામોને પોતાના સ્થાનિક પાણીના સ્ત્રોત જેમ કે, કૂવા, બોર, નજીકના ડેમમાંથી વ્યવસ્થા કરાશે.
પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર બારોટના માર્ગદર્શનમાં તેમની ટીમ દ્વારા આ તમામ વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમ ગ્રામ પંચાયતો તથા વિસ્તારોની પાણીની માંગ વધે છે. તેમ ઉપરથી વધુ જથ્થો મળતો રહે તેવું આયોજન હાથ ધરાયું છે. ખંભાળિયા શહેર માટે હાલ પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. નર્મદાનું પાણી છેક જામનગરના કાલાવડ પાસેથી પાઈપલાઈન મારફતે આવતું હોય વચ્ચે વીજકાપ હોય કે પાણીની લાઈનમાં ફોલ્ટ થાય કે અન્ય કારણોસર વીજ પુરવઠો બંધ હોય કે ઉપરથી પાણીની આવકમાં પરેશાની થાય તો તે દિવસે અનેક ગામો પાણી વગરના રહે. તેવી સ્થિતિ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial