Advertisement
Author: નોબત સમાચાર

ઝીણાવારી ગામના પ્રૌઢ તથા બેડીના યુવાન ધસમસતા પ્રવાહમાં તણાયા

લતીપરમાં ટ્રેક્ટર પરથી ઉથલેલા યુવક પાણીમાં ગારદઃ

જામનગર તા. ૨૯: ધ્રોલના લતીપરમાં રહેતા એક ખેડૂત ચાલુ વરસાદે ટ્રેક્ટરમાં જતા હતા ત્યારે ઉંડા પાણીના વોકળામાં ટ્રેક્ટર ફસાયા પછી તે ખેડૂત ડૂબી જવાથી મોતને શરણ થયા છે. જ્યારે જામજોધપુરના ઝીણાવારી પાસે વર્તુ નદીના પુલ પરથી એક પ્રૌઢ તણાઈ ગયા છે અને ગઈકાલે બેડી વિસ્તારનો એક યુવાન વહેણમાં તણાઈ જતા તેની શોધખોળ કરાઈ રહી છે.

જામનગર શહેર-જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી અતિ વૃષ્ટિ થતાં ભારે ખાનાખરાબી થઈ છે. તેની વચ્ચે સેંકડો મુંગા પશુઓનો ભોગ લેવાઈ ગયો છે. જ્યારે કેટલીક માનવ જિંદગીઓ પણ વહેતા પાણીમાં તણાઈ ગઈ છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા ખેડૂત રાજેશભાઈ રવજીભાઈ (ઉ.વ.૪૪) મંગળવારે પોતાના મિત્રના ખેતરે ગયા પછી ત્યાંથી ટ્રેક્ટરમાં પોતાના રહેણાંક તરફ પરત આવતા હતા ત્યારે માર્ગમાં એક વોકળામાં ટ્રેક્ટર ફસાઈ જતાં તેના પરથી ઉથલી પડેલા રાજેશભાઈનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસ દોડી હતી.

જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામના પરબતભાઈ રામાભાઈ પાથર (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ઝીણાવારી ગામ પાસે આવેલા રબારીકા ગામ નજીક વર્તુ નદીના પુલ પરથી પસાર થતાં હતા ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતાં પરબતભાઈ તેમાં તણાઈ ગયા હતા. પુલના બંને છેડે હાજર લોકોએ તે દૃશ્ય નિહાળ્યા પછી પરબતભાઈને પાણીમાંથી શોધી કાઢવાની જહેમત શરૂ કરી છે.

ઉપરોક્ત બનાવ પછી ગઈકાલે જામનગરના બેડી વિસ્તારમાં રહેતો એક યુવાન ફૂલસ્પીડમાં વહેતા વરસાદી પાણીના વહેણમાં તણાયો હોવાની જાણકારી અપાતા તૈનાત કરવામાં આવેલી એસડીઆરએફની ટૂકડી બેડી પહોંચી ગઈ હતી. આ ટીમે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી આ યુવાનને પાણીમાં શોધવાની જહેમત શરૂ કરી હતી. તેમ છતાં ગઈકાલ સાંજ સુધી આ યુવાનનો પત્તો લાગ્યો નથી. તેની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh