Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં સ્થળાંતરિત ૧૫૦૦ લોકોને ફૂડપેકેટનું વિતરણ

તંત્ર-સેવાભાવી સંસ્થાઓ દ્વારા

જામનગર તા. ર૯: દરેડમાં સ્થળાંતરીત કરાયેલા ૧પ૦૦ લોકો માટે તંત્રના સહયોગથી સેવાભાવીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે સ્થળનું નિરીક્ષણ કરી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતાં.

જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે દરેડ, ચેલા, અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં અને ઝુંપડાઓમાં રહેતા ૧પ૦૦ જેટલા લોકોનું દરેડ પ્રાથમિક શાળા, પીટીસી કોલેજ, ભરવાડ સમાજમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ લોકોને જમવાનું મળી રહે તે માટે દરેડ જીઆઈડીસી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક, દરેડ ગામના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા છેલ્લા બે દિવસથી તંત્રના સહયોગથી બન્ને ટાઈમ ૧પ૦૦ જેટલા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને નાના બાળકોને પીવા માટે દૂધની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે દરેડ ખાતે એક કારખાનામાં મજૂરો અને અનેક પરિવારો માટે તૈયાર થઈ રહેલ ફૂડ પેકેટની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રપ જેટલા સ્વયંસેવકોની કામગીરી બિરદાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh