Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયામાં છ પત્તાપ્રેમી પલાયન થયાઃ અંદાજે રૂપિયા પોણા બે લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે:
જામનગર તા. ૨૯: જામનગર શહેરના મારૂતી પાર્ક, માધવ બાગ, મહાવીરનગર, વુલન મીલ રોડ વગેરે સ્થળોએ તેમજ જોડિયા, ધ્રોલ, કાલાવડ, જોગવડ, સેતાલુસ, જામજોધપુરના નંદાણા વગેરે સ્થળે પોલીસે જુગાર પકડવા પાડેલા અઢાર દરોડામાં અડસઠ શખ્સ અને ઓગણીસ મહિલા તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. છ શખ્સ નાસી જવામાં સફળ થયા હતા. અંદાજે રૂપિયા પોણા બે લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી તમામ સામે ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ શહેરમાં માછરડા સોસાયટીમાં ગઈકાલે સાંંજે સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા ભરત તુલસીભાઈ સોંદરવા, નરેશ નાથાભાઈ મકવાણા, ભીખાભાઈ લાખાભાઈ સોંદરવા, દેવજીભાઈ તેજાભાઈ સોંદરવા, દુદાભાઈ કુંભાભાઈ સોંદરવા નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૃા.૧૦૧૩૦ કબજે કર્યા છે.
ધ્રોલ શહેરની જયોતિ પાર્ક સોસાયટીમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા હરીશ મધુભાઈ ભાલોડીયા, દિનેશ બેચરભાઈ બોડા, દામજીભાઈ હરીભાઈ ભેંસદડીયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૃા.૧૧,૬૦૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ નગરની શેરી નં.૨માં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના કૂટી રહેલા કાંતિભાઈ દામજીભાઈ કબીરા, મહેશ દીપકભાઈ વાઘેલા, કપિલ રમેશભાઈ કબીરા, સુરેશ મોહનભાઈ ઢાકેચા નામના ચાર શખ્સને પોલીસે રૃા.૧૭,૩૦૦ રોકડા સાથે પકડી પાડ્યા છે.
જામનગરના મારૂતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં શનિવારે રાત્રે જુગાર રમતા કાજલબેન દિનેશભાઈ સોલંકી, મિતલબેન મનીષભાઈ કબીરા, વિજયાબેન હેમંતભાઈ ખાણીયા, શારદાબેન ગોપાલભાઈ જેઠવા, પ્રીતિબેન સન્નીભાઇ વાણીયા, સન્ની રમેશભાઈ વાઘેલા, વિશાલ મહેશભાઈ વાઘેલા નામના સાત વ્યક્તિને પોલીસે રૃા.૧૦૭૬૦ સાથે પકડી પાડ્યા હતા.
જોડીયા તાલુકાના બાલંભા ગામમાં શનિવારે રાત્રે હુસેની ચોક પાસે જુગાર રમતા ચંદ્રકાંત હેમરાજ જોબનપુત્રા, ઈરફાન મુસાભાઇ સોઢા, ઝાકીર ઈશા સોઢા, ફિરોઝ સુલેમાન જુણેજા, કાસમ હાજી જામ નામના પાંચ શખ્સ રૃા.૧૦,૬૨૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે જોડિયાના બજારમાં શનિવારે રાત્રે તીનપત્તી રમતા આશિષ ઘેલાભાઈ ધ્રાંગિયા, વિજયસિંહ જસુભા સોઢા, પ્રવિણસિંહ બચુભા જાડેજા, અમીર હુસેનભાઇ રાધા નામના ૪ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને મચ્છાભાઇ હરજીભાઈ ધ્રાંગીયા, લાલા જીવાભાઇ ધ્રાંગીયા, મોતીભાઈ જસાભાઈ ધ્રાંગીયા, લાલાભાઇ વાણંદ, જાવેદ હનીફ સના અને જલો પરી મંડપ સર્વિસવાળો નામના છ શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૧,૪૮૦ રોકડા કબજે લીધા હતા.
જામનગર નજીકના નાઘેડી ગામમાં ગઢવી પાડા પાસે શનિવારે રાત્રે જુગાર રમતા ધર્મેશ માંડણભાઈ કારીયા, હરદાસ નારણભાઈ મુન, લક્ષ્મણ સામતભાઈ સિંધિયા, પ્રવીણ પાલાભાઈ લુણા, બાલુભાઈ ભીખાભાઈ પતાણી નામના પાંચ શખ્સ રૂપિયા ૧૦,૯૩૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગરના દિગ્જામ વુલન મીલ પાસે ગાયત્રીનગર શેરી નંબર એકમાં શનિવારે રાત્રે જુગાર રમતા ઘેલુભાઈ કાળુભાઈ નંદાણીયા, પ્રકાશ ભગવાનજીભાઈ વારા, કેતન કેશુભાઈ રાઠોડ, દીપક રમેશભાઈ કોળી, સાગર કેશુભાઈ રાઠોડ રૂપિયા ૧૩,૪૫૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગરના ગોકુલનગર નજીક માધવ બાગ-૧માં શનિવારે રાત્રે જુગાર રમતા કૈલાશ ગૌરીશંકર દવે, ભાવેશ રાજુભાઈ ઘેડીયા, રાજુ નાથાભાઈ શિંંગડીયા, રમેશ છગનભાઈ લાડવા નામના ચાર શખ્સ રૃા.૧૨૭૩૦ રોકડા સાથે પકડી લીધા હતા.
જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારની શેરી નં.૨માં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિજયપરી વસંતપરી ગોસ્વામી, અંકિત રઘુરામ દુધરેજીયા, પરબત હમીરભાઈ ચાંડપા, રાહુલ રમેશભાઈ મેઘનાથી, રાજુભા રામસિંગ જાડેજા નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂપિયા ૫૯૯૦ રોકડા કબજે લીધા છે.
કાલાવડ શહેરના બાલંભડી રોડ પર આવેલા વાંજાવાસ પાસે શનિવારે સાંજે તીનપત્તી રમી રહેલા મનસુખભાઈ લખમણભાઇ પરમાર, મુમતાઝબેન સલીમભાઈ ચાચીયા, ચંપાબેન દિનેશભાઈ ગોહિલ, જ્યોતિબેન ગોવિંદભાઈ પરમાર, વૈશાલીબેન દિનેશભાઈ વાંઝા તેમજ ભારતીબેન રાજેશભાઈ વાંઝા નામના છ વ્યક્તિને પોલીસે રૃા.૧૦,૦૯૦ સાથે પકડી લીધા છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામ પાસે આવેલી પાતા મેઘપર ગામની ચોકડી નજીક શનિવારે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા લાલજીભાઈ સામતભાઈ ખટાણા, કરશનભાઈ કરમશીભાઈ બોડાણા, ભરત મનજીભાઈ સાડમિયા, દિવ્યરાજસિંહ જાડેજા નામના ચાર શખ્સ રૃા.૮૦૦૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં શનિવારે રાત્રે તીનપત્તી રમતા જેન્તીભાઈ દલસુખભાઈ સોમૈયા, દેવજીભાઈ કેશાભાઈ પરમાર, વિપુલ દેવજીભાઈ સોમૈયા, સંદીપ ભીખાભાઈ સોમૈયા નામના ચાર શખ્સને પોલીસે રૂપિયા ૧૩,૧૦૦ રોકડા સાથે પકડી પાડ્યા છે.
જામનગર શહેરમાં મારુતિ પાર્ક સોસાયટી સામે પ્રજાપતિ સમાજની વાડી પાસે શનિવારે રાત્રે ગંજીપાના કુટી રહેલા હીનાબેન અશ્વિનભાઈ કારીયા, ઋષિતાબેન રાકેશભાઈ નંદા, પૂજાબેન નિલેશભાઈ કટારમલ, અલ્પાબેન રતિભાઈ હંજડા, જયશ્રીબેન કિરણભાઈ બુદ્ધ, સરોજબેન દિનેશભાઈ હંજડા, નીતાબેન હિતેશભાઈ દવે, આશાબેન કિરણભાઈ કનખરા, મમતાબેન હિરેનભાઈ જોઈસર નામના નવ મહિલા જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસના પટમાંથી રૂપિયા ૧૧૪૯૦ કબજે લીધા હતા.
લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં શનિવારે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા મુકેશ કાળુભાઈ ભાવરીયા, વિપુલ વેલજીભાઈ બાવલ નામના બે શખ્સને પોલીસે રૃા.૫૭૦ સાથે પકડી પાડ્યા છે.
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા જોગવડ ગામમાં યોગેશ્વરધાર પાસે શનિવારે રાત્રે ગંજીપાના કૂટી રહેલા માંડણ દેવશીભાઈ માતંગ, લખાભાઇ રામાભાઇ લીંબોલા નામના બે શખ્સને પોલીસે રૂપિયા ૬૬૦ રોકડા સાથે પકડી પાડ્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં શનિવારે રાત્રે જુગાર રમતા જેન્તીભાઈ રામજીભાઈ મકવાણા, પ્રવીણ કિશોરભાઈ ઝાલા, સાહિલ રણજીતભાઈ વાઘેલા, રવિ બાબુલાલ મકવાણા, સુનિલ અશોકભાઈ વાઘેલા, કલ્પેશ જગદીશભાઈ બાકરીયા, નવીન રામજીભાઈ રાઠોડ નામના સાત શખ્સને પોલીસે રૃા.૧૨૨૫૦ સાથે પકડી લીધા હતા.
જામજોધપુર તાલુકાના નંદાણા ગામના ખારીયુ સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલા મઝીદ દાઉદ મીર, નાઝીર હુસેન પઠાણ, ભરત પરબત કદાવલા, યોગેશ ભૂપતભાઈ ભેડા, ચિરાગ કેશુભાઈ રાઠોડ, જગદીશ માલદેભાઈ બોદર નામના છ શખ્સને પોલીસે રૃા.૧૬૪૮૦ સાથે પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial