Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વરમાંથી બીમારીના કારણે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા વૃદ્ધ

શીપમાં બેભાન બનેલા એન્જિનિયરનું મૃત્યુઃ

જામનગર તા. ર૯: જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગઈકાલે સાંજે એક અજાણ્યા વૃૃદ્ધ કોઈ બીમારીના કારણે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે તેઓની ઓળખ મેળવવા તજવીજ કરી છે. સિક્કા જેટી પર લાંગરવામાં આવેલી એક શીપમાં ફરજ બજાવતા સેકન્ડ એન્જિનિયર એક રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા પછી મૃત્યુ પામેલા જાહેર થયા છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા વસીલા ચોક પાસે માજોઠીનગર-રમાં ગઈકાલે સાંજે પાંસઠેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા વૃદ્ધ બેભાન જેવી હાલતમાં જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલા સિટી બી ડિવિઝનના સ્ટાફે તે વૃદ્ધને ચકાસતા તેઓ કોઈ બીમારીના કારણે મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના સિક્કામાં આવેલી જેટીમાં મેરી ટાઈમ જોગાનશીપ લાંગરવામાં આવી હતી. તેના એક રૂમમાંથી મંગળવારે સવારે મૂળ ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં વસવાટ કરતા અને આ શીપમાં સેકન્ડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શુભમ ઉમેજરાજ ખોસલા (ઉ.વ.૪૦) બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા.

આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા એન્ટલાન્ટિક શીપીંગ કંપનીમાં નોકરી કરતા અલીઅસગર ઈબ્રાહીમભાઈએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh