Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ગલ્લા ગામથી દર્દીને હોસ્પિટલે પહોંચાડતી ૧૦૮ની ટીમઃ કાબીલેદાદ

દડીયામાં કેડસમા પાણીના ધસમસતા પ્રવાહમાંથી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામેથી ૧૦૮ને ફોન આવ્યો હતો કે ૪૦ વર્ષીય મહિલા બેભાન થઈ ગયા છે. જેથી પીપરટોડા ટીમના સ્ટાફ પાયલોટ ભરતભાઈ સીસોદીયા અને ઈએમટી દીપાલીબેન પંડ્યા દર્દી સુધી પહોંચ્યા હતાં જ્યાં તેમને જરૂરી સારવાર આપી હતી. પાણી ભરાયેલા હોવાના કારણે એમ્બ્યુલન્સ આગળ જઈ શકે તેમ ન હતી જેથી જામનગર જિલ્લાના મેનેજર જયદેવસિંહ જાડેજાએ યુદ્ધના ધોરણે વહેણના બીજા છેડે અન્ય એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દર્દીનું રેસ્કયૂ કરી સલામત હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતાં. આવી ઉમદા કામગીરી બદલ દર્દીના સગાએ ૧૦૮ ટીમનો આભાર માન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh