Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'દ્વારકામાં બારે મેઘ ખાંગા...'
દ્વારકા તા. ર૯: દ્વારકા શહેર તથા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અવિરત અને ભારે વરસાદ પડતાં ચારે તરફ પાણી-પાણી થઈ ગયું હતું. દ્વારકા શહેરના મોટાભાગના માર્ગો પર ગોઠણડૂબથી વધુ પાણી ભરાઈ જતાં લોકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
દ્વારકાના દરિયામાં જબરદસ્ત કરન્ટ સાથે ભરતી આવી હતી અને ઉંચા મોજા ઉછળ્યા હતાં. દરિયામાં ભરતી અને ગોમતી નદીમાં પૂરના કારણે ગોમતી નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા હતાં.
ગોમતીઘાટના ૧૩ જુના ઘાટ અને પાંચ નવા ઘાટ મળી તમામ ૧૮ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. મહાપ્રભુજીના ગોમતીઘાટ ઉપર પણ પાણી ફરી વળ્યા હતાં.
ઘાટ ઉપર આવેલા શિવમંદિરો, મહાપ્રભુજી બેઠક, ગોમતી માતાનું મંદિર તેમજ અન્ય મંદિરોમાં અને પરિસરમાં પાણી ઘૂસી જતાં મંદિરોમાં સેવા-પૂજાના ક્રમમાં વિક્ષેપ પડ્યો હતો.
શહેરના માર્ગો પર પાણી-પાણી
દ્વારકા શહેરના ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, ઘનશ્યામ નગર, રેલવે સ્ટેશન વિસ્તાર વગેરેના મુખ્ય માર્ગોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર ઠપ્પ થઈ ગયા હતાં.
જન્માષ્ટમી ઉત્સવમાં દ્વારકામાં દર્શનાર્થે આવેલા બહારગામના યાત્રિકોને ભારે વરસાદના કારણે ફરજીયાત દ્વારકામાં રોકાણ કરવું પડ્યું છે. રોજેરોજનું કમાનાર વર્ગના લોકોની રોજીરોટીને પણ ગંભીર અસર થઈ છે. સુદામા સેતુ તથા ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપર આવેલી દુકાનો, રેસ્ટોરેન્ટો, હોટલોમાં પાણી ઘૂસી ગયા હતાં.
દરિયામાં ફસાયેલા માચ્છીમારોનું રેસ્કયુ
દ્વારકા નજીકના દરિયામાં એક માચ્છીમારી બોટ પરત આવી રહી હતી ત્યારે ડૂબવા લાગતા કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા તમામ માચ્છીમારોનું રેસ્કયુ કરી તેમની જીંદગી બચાવી લેવામાં આવી હતી.
રેલવે વ્યવહાર બંધ
દ્વારકાથી ઉપડતી તમામ ટ્રેનો ભારે વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે, જેથી મુસાફરો રેલવે સ્ટેશન પર અટવાઈ ગયા છે. ગોવિંદ સ્વામી અને સામાજિક સંસ્થાઓએ યાત્રિકોના ભોજનની વ્યવસ્થા કરી હતી.
ગૌશાળામાં ગંભીર સ્થિતિ
ચરકલા રોડ પર માધવ ગૌશાળામાં પાણી ભરાતા અહીંની ૧૬૦૦ જેટલી ગાયોને અસર થઈ છે ગાયોમાં રોગચાળો ફેલાયાની અને કેટલીક ગાયોના મરણ થયાનું જાણવા મળે છે. એસ.ટી. બસ વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરના મુખ્ય દંડના બદલે વૈકલ્પિક દંડ પર ધ્વજારોહણ થયું હતું.
સુમસામ નગર
ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં અવરજવર બંધ થઈ જવાથી સમગ્ર શહેર સૂમસામ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે ઠાકોરજીની મંગલા આરતી કરવામાં આવી હતી. વરસતા વરસાદે અબોટી બ્રાહ્મણોએ દર્શનથી રાજભોગ સુધીના ચાર ધ્વજાજીનું આરોહણ કરાયું હતું.
દ્વારકાનો સમુદ્ર કિનારો વીજ પુરવઠો ખોરવાઈ જવાથી અંધકારમય બની ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial