Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઃ પોલીસતંત્ર દ્વારા રેસ્કયુ
સલાયા તા. ર૯: સલાયામાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ ચાલુ છે. તારીખ ર૬ ના ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયા પછી આજ સવારથી વરસાદ ચાલુ હોઈ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. હાલ પણ વરસાદ ચાલુ છે. સલાયામાં જીન વિસ્તાર, ડીવી સોલ્ટ વિસ્તાર, જુના રેલવે સ્ટેશન વિસ્તાર, પરોડિયા રોડ, જકાત નાકા વિસ્તાર, નગર ગેટ, જેવા અનેક વિસ્તારોમાં ૩ થી પ ફૂટ જેટલા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી તેમાં ફસાયેલા લોકોને સલાયા મરીન પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સલાયા મરીન પોલીસ પીઆઈ વીએન સિંગરખીયાની આગેવાનીમાં સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ લાઈટનો પુરવઠો ખોરવાયેલ હોય અનેક સરકારી કામો તેમજ બેંક અને પોસ્ટ તેમજ ગેસ એજન્સીની કામગીરી પ્રભાવિત થઈ છે. સલાયાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોઈ વાહન વ્યવહારને અસર પહોંચી છે. લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ તકલીફ પડી રહી છે. હાલમાં ઘી ડેમ ઓવરફલો થતાં તેમજ ઉપરવાસમાં પણ વરસાદ વધુ હોઈ તેમનું પાણી સલાયામાં આવી રહ્યું છે. જેથી નગર ગેટ, પાંજરાપોળ તેમજ મેન બજારમાં પાણી નદીઓની જેમ વહી રહ્યું છે. હજુ ભારે વરસાદની આગાહીના પગલે લોકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે. આમ જ વરસાદ ચાલુ રહેશે તો સલાયાના ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની ભીતિ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial