Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ત્રણ દિ' માં ૩૬, ભાણવડમાં રપ, કલ્યાણપુરમાં ર૪ અને દ્વારકામાં ર૧ ઈંચ વરરસાદ

દ્વારકા જિલ્લામાં દે ધનાધન અનરાધાર વરસાદઃ મેઘતાંડવથી જનજીવન અસ્તવ્યસ્તઃ ર૦૦૦નું સ્થળાંતરઃ રાહત-બચાવ અવિરત ચાલુ

ખંભાળીયા તા. ર૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકતા ભારે તારાજી થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા ત્રણ જ દિવસમાં જિલ્લામાા ર૧ થી ૩૬ ઈંચ જેવો વરસાદ ખાબકતાં મેઘતાંડવના કારણે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર જિલ્લામાં લોકોની ઘરવખરી, ખેડૂતોના પાક, વીજતંત્ર, રસ્તાઓને ભારે નુકસાન થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ત્રણ દિવસ દરમ્યાન અનુક્રમે ર૧પ મીમી, રપ૧ મીમી અને ૬પ મીમી મળી કુલ પ૩૧ મીમી અર્થાત્ ર૧ ઈંચ, કલ્યાણપુર તાલુકામાં અનુક્રમે ર૬૩ મીમી, ર૬૦ મીમી, ૭૯ મીમી મળી કુલ ૬૦ર મીમી અર્થાત્ ર૪ ઈંચ ભાણવડ તાલુકામાં અનુક્રમે ર૯પ મીમી, ર૬૮ મીમી અને ૭પ મીમી મળી કુલ ૬ર૮ મીમી અર્થાત્ રપ ઈંચ જેવો ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં સર્વાધિક વરસાદ ખંભાળીયા તાલુકામાં પડ્યો હતો. જેમાં અનુક્રમે રરપ મીમી, ૪પ૪ મીમી, રર૬ મીમી મળી કુલ ૯૦પ મીમી અર્થાત્ ૩૬ ઈંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં ખંભાળીયામાં ૧૮ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો.

જિલ્લામાં ૧૯૦ ટકાથી ૩પ૪ ટકા વરસાદ

આજે સવાર સુધીમાં દ્વરકા જિલ્લામાં ભાણવડમાં મોસમનો કુલ વરસાદ પ૬ ઈંચ વરસાદ સાથે ૧૯૦ ટકા, કલ્યાણપુરમાં ૧૯૩૭ મીલી સાથે ૭૬.પ ઈંચ વરસાદ સાથે ર૧૮ ટકા વરસાદ, દ્વારકામાં ૧૯૯૭ મીલી વરસાદ સાથે ૮૦ ઈંચ વરસાદ તથા ખંભાળીયામાં ર૧રપ મીલી, વરસાદ સાથે ર૪૧ ટકા વરસાદ સાથે ૮પ ઈંચ વરસાદ પડ્યો છે. સદી તરફ ખંભાળીયા!! દ્વારકા જિલ્લામાં સૌથી વધુ દ્વારકામાં ૩પ૪ ટકા વરસાદ પડ્યો છે.

જિલ્લામાં ર૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર

દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટાલીયા તથા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, હિતેશ ભગોરા, મામલતદાર વિક્રમ વરૂ, ગોહેલ તથા જિલ્લાની તમામ જિલ્લાના ચીફ ઓફિસરો દ્વારા પ૪૮ વ્યક્તિઓના સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યા હતા. દ્વારકામાં પાલિકા દ્વારા ૧પ૦૦ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા હતાં.

રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા સતત બે દિવસ સુધી ખંભાળીયા, ભાણવડ વિસ્તારમાં રોકાયા હતા તથા પ્રભારી સચીવ મુકેશ પંડ્યા પણ અસરગ્રસ્તોની ખબર અંતર કાઢવા પહોંચ્યા હતાં. હાથીવાડી વિસ્તારમાં અને ભાણવડ મહેર સમાજ, તાલુકાશાળા, ખંભાળીયામાં આશ્રીતોની મુલાકાત લીધી હતી.

વૃક્ષ ધરાશાયી થતાં સગર્ભાનું નિપજ્યું મૃત્યુ

ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગર્ભવતી મહિલા પર પડતાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર જિલ્લામાં અને સલાયામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને કેટલાક વૃક્ષો તૂટીને માર્ગો પર પડતાં કલાકો સુધી અવરજવર બંધ થઈ ગઈ હતી.

બીપરજોય વાવાઝોડા કરતા પણ વધુ કફોડી સ્થિતિ: અનેક રસ્તાઓ બંધ

દ્વારકા જિલ્લાના ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ, દ્વારકા તાલુકામાં બીપોરજોય વાવાઝોડામાં ન થઈ હોય તેવી કફોડી સ્થિતિ ત્રણ દિવસમાં લોકોએ ભોગવી હતી. ર૧ થી ૩૬ ઈંચનો ભારે વરસાદ પડતા તથા અગાઉથી તમામ ડેમો જળાશયો તળાવો વલકાયેલા જ હોય આવા ભારે વરસાદ પડતા તથા અગાઉથી તમામ ડેમો જળાશયો તળાવો છલકાયેલા જ હોય આવા ભારે વરસાદનું પાણી જમીન સંગ્રહ ન કરી શકે તેમ હોવાથી ત્રણ દિવસમાં ર૮ જેટલો રસ્તા બંધ થઈ ગયા હતાં. આજે ચોથા દિવસે પણ ૧૭ રસ્તાઓ બંધ છે.

વીજ પૂરવઠો પૂર્વવત કરવા ભારે જહેમત

દ્વભૂમિ દ્વારકા જિલ્લામાં ર૧ થી ૩૬ ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર થાંભલા પડતા તથા વૃક્ષો પડતા અને ભારે પવનથી વીજ વાયરો તુટતા વિક્ષેપ થતાં વીજ તંત્ર દ્વારા ભારે વરસાદ તથા સુસવાટા મારતા પવનમાં ધ્રુજતા થાંભલાઓ પર પડીને કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યવાહી ભારે પ્રશંસનીય બની હતી, તો રાત્રે અંધારામાં તથા ચાલુ વરસાદમાં પણ કામ કરીને વીજ પુરવઠો ચાલુ કરવા શહેર વીજ તંત્રના ઈજનેર પંડ્યા તથા ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

જામનગર-દ્વારકા જિલ્લાને જોડતા

બેડ નજીકના પૂલ પર અવર-જવર પૂર્વવત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં સસોઈ ડેમ ચાર ફૂટ ઓવરફલો થતાં બેડ ગામ પાસેના ટોલનાકા પાસે નદી પરામ બન્ને પૂલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ રહેતા આ માર્ગને સતાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે બે દિવસ માટે બંધ કરી દીધો હતો આ ઉપરાંત પડાણા સસોઈ ડેમથી લાલપુર રોડ થતાં રસ્તો તેમજ ખંભાળીયાથી લાલપુર થઈને જામનગર જવાનો માર્ગ પણ બંધ થઈ જવાથી અનેક વાહનો, લોકો ફસાઈ ગયા હતાં. દ્વારકાથી પરત ફરી રહેલા યાત્રિકો પરિવારો સાથે માર્ગો પર ફસાઈ જતાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. આ માર્ગો પર કીલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

જો કે આજે સવારે બેડ પાસેના પૂલો પરથી પાણી ઓસરી જતાં માર્ગ પૂર્વવત કરી દેવાયો છે અને અવરજવર શરૂ થતાં રાહત થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh