Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં ત્રણ દિ'માં ૩૬ ઈંચ જેવો વરસાદ અને
ખંભાળીયા તા. ર૯: ખંભાળીયા ઘી ડેમ સાડાસાત ફૂટ ઓવરફલો થતાં પાલિકા વોટર વર્કસની લાઈનો ધોવાઈ ગઈ હોવાથી ઘણાં દિવસો સુધી ખંભાળીયામાં પાણી પુરવઠો ઠપ્પ રહેશે.
વર્ષ-ર૦૧૦ માં ખંભાળીયાનો ઘી ડેમ ૧૦ ફૂટ ઓવરફલો થતાં ખંભાળીયા ઘી ડેમની શહેરમાં જતી પાણીની મેઈન લાઈન ધોવાઈ ગઈ હતી તેવી જ સ્થિતિ ત્રણ દિવસમાં ૩૬ ઈંચ પડેલા ભારે વરસાદથી થઈ.
ભારે વરસાદથી ડેમ સાડા સાત ફૂટ ઓવરફલો થતાં નદીમાં ઘોડાપૂર નીકળતા પાણીની મેઈન લાઈનો તોડી નાખીને પાણી નીકળ્યું હતું તથા પાણીની લાઈનની નીચેના ટેકા લોખંડ, સિમેન્ટના ટેકા પણ ધોવાઈ જઈને લાઈન તુટી ગઈ હતી. આમ પણ ત્રણ-ચાર દિવસથી વીજ પુરવઠો સતત ખોરવાતા થાંભલા પડતા પાણી વિતરણ થયું નથી ત્યારે લાઈનો તુટી જતાં તથા ત્યાં નીચે પાણીનો ધસમસતો પ્રવાહ હોય હજુ દિવસો લાગી જાય તેવી સ્થિતિ થઈ છે.
પાલિકા ઈજનેર એન.આર. નંદાણીયાએ જણાવેલ કે પાણીની મેઈન લાઈન જે સ્થળે છે ત્યાં હાલ પહોંચી શકાય તેમ નથી અને ઘી ડેમ ૩-૪ ફૂટે ઓવરફલો છે જેથી લોકોને કેટલાક દિવસ પાણી નહીં મળે તો બોર તથા વરસાદી પાણી સંગ્રહ કરેલું હોય તેનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
પૂલ તુટી ગયો હોય, લાઈનો નીચે સિમેન્ટ, કોન્ક્રીટથી લગાડેલી હોય તેના કામ માટે વરસાદ રહી જાય અને ડેમ ઓવરફલો ઓછો થાય તે પછી કામ થાય હાલ ફૂલવાડી વોટરવર્કસની લાઈન ચાલુ કરવા ૩૦-૩પ ટકા વિસ્તારને પાણી માટે પ્રયત્નો હાથ ધરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial