Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના આસામીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરી ફરિયાદઃ
જામનગર તા. ૨૯: કાલાવડના ખડધોરાજી ગામમાં રાજકોટના એક આસામીની આવેલી ખેતીની જમીન પર રાજકોટના માતા-પુત્ર તથા પડધરીના ન્યારા ગામના બે શખ્સે ગેરકાયદે કબજો જમાવી પૈસાની માગણી શરૂ કરી હતી. આ બાબતની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાયા પછી લેન્ડ ગ્રેબિંગ કમિટીએ તપાસ કર્યા પછી પોલીસ ફરિયાદની સૂચના આપતા આ ગુન્હો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયો છે. રાજકોટના કાલાવડ રોડ પર વસવાટ કરતા પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા નામના આસામીની કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં ચાંદલીના માર્ગવાળી જગ્યા તરીકે ઓળખાતી ખેતીની રે.સ.નં. ૩૩૨માં આવેલી જગ્યામાં બે વર્ષ પહેલાં રાજકોટના કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા રમેશ રાણાભાઈ મકવાણા, હેમીબેન રાણાભાઈ મકવાણા તેમજ પડધરી તાલુકાના ન્યારા ગામના જીતેન્દ્ર સોમાભાઈ મકવાણા, ભરત દાનાભાઈ મુછડીયાએ કબજો જમાવી લીધો હતો.
આ જગ્યામાં તેના માલિકને ઉપરોક્ત વ્યક્તિઓ પ્રવેશ પણ કરવા દેતા ન હતા અને પૈસાની માગણી કરી આ જગ્યા પચાવી પાડી હતી. તેથી પ્રદીપસિંહે અગાઉ જામનગર જિલ્લા કલેક્ટરને તે બાબતની જાણ કરી હતી. તે અરજી બાબતે તપાસ માટે લેન્ડ ગ્રેબિંગ સમિતિને સૂચના આપવામાં આવી હતી. તપાસના અંતે ઉપરોક્ત જમીન રમેશ, હેમીબેન, જીતેન્દ્ર તથા ભરતે દબાવી લીધાની વિગતમાં તથ્ય જણાઈ આવતા જિલ્લા કલેક્ટરે પ્રદીપસિંહને પોલીસ ફરિયાદ કરવા સુચના આપી હતી. જેના પગલે ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રદીપસિંહ સરવૈયાએ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને બીએનએસ કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાએ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial