Advertisement
Author: નોબત સમાચાર

બાલંભામાં વાડી વિસ્તારમાંથી ૨૮ બાળકો સહિત ૮૩ લોકોની મહામુલી જિંદગી બચાવાઈ

એસડીઆરએફનું દિલધડક ઓપરેશનઃ

જામનગર તા. ૨૯: જામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ૮૩ લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા દીલધડક રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રની સતર્કતાના પરિણામે વાડી વિસ્તારમાં ફસાયેલા ૨૮ બાળકો સહિત તમામ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે આજી-૪ ડેમના પાણીના પ્રવાહના લીધે બાલંભા ગામે ખેતર વિસ્તારમાં પાણી ફરી વળતા ખેતમજૂર કુટુંબ સાથે ફસાઈ ગયા હતાં.

આ મેસેજ મળતા બાલંભા સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્કયૂ માટે પ્રયત્ન કર્યો હતો. જે સફળ ન થતાં તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલરૂમને મદદ માટે જાણ કરતા કલેક્ટર બી.કે. પંડ્યા દ્વારા તાત્કાલીક એસડીઆરએફની ટીમ મોકલતા આજે સવારથી એસડીઆરએફ ટીમ મારફતે પ્રાંત અધિકારી ધ્રોલ વી.ડી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ વરસાદમાં રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૬ પુરૂષ, ૧૯ સ્ત્રી, ૨૮ બાળકો મળી કુલ ૮૩ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. આ રેસ્કયૂ ઓપરેશનમાં જિલ્લા વહિવટી તંત્ર સાથે ધારાસભ્ય મેઘજીવભાઈ ચાવડા, ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જોડીયાના અધિકારીઓ, પોલીસ વિગેરે રેસ્કયૂ ઓપરેશનની સરાહનીય કામગીરીમાં સહયોગ આપી લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થતાં સમગ્ર પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh