Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચામડીની બીમારીથી કંટાળી વૃદ્ધાનું વિષપાનઃ
જામનગર તા. ૨૯: જામનગરના ભીમવાસમાં રહેતા એક યુવાને સરખો કામ ધંધો મળતો ન હોવાના કારણે આર્થિક સંકડામણમાં ફસાઈ જવાથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે જામજોધપુરના બુટાવદરમાં ચામડીની બીમારીથી કંટાળી જઈ એક વૃદ્ધાએ ઝેરી દવા પી જીવતર ટૂંકાવ્યું છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ભીમવાસની શેરી નં.૨માં રહેતા વસંતભાઈ નાથાભાઈ મકવાણા નામના ૪૮ વર્ષના યુવાને શનિવારે રાત્રે પોતાના મકાનના ઉપરના માળે જઈને ઓરડામાં રહેલી છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ યુવાનનું શ્વાસ રૃંધાઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. કાનજીભાઈ નાથાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. પોલીસ સમક્ષ તેઓએ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ વસંતભાઈને થોડા સમયથી કામ ધંધો મળતો ન હોવાના કારણે તેઓએ આર્થિક સંકળામણમાં ફસાઈ જવાના કારણે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા જીવતીબેન અરશીભાઈ ધ્રાંગુ નામના ૭૮ વર્ષના વૃદ્ધા કેટલાક સમયથી ચામડીની બીમારીથી પીડાતા હતા. પોતાની બીમારીથી કંટાળી ગયેલા આ વૃદ્ધાએ ગયા શુક્રવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ નિપજ્યું છે. પુત્ર વિનોદભાઈ ધ્રાંગુએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial